
T20 ઈન્ટરનેશનલ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થવી સામાન્ય વાત છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન કોણ છે. જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત સામે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે સાઉથ આફ્રિકાના શક્તિશાળી બેટ્સમેન ડેવિડ મિલર આ લિસ્ટમાં ટોપ પર છે. ડેવિડ મિલરે ટીમ ઈન્ડિયા સામે 29 T20 ઈન્ટરનેશનલ મેચની 26 ઈનિંગમાં 39 છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા નંબરે છે. વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં ત્રીજા નંબરે છે.

ડેવિડ મિલરે ટીમ ઈન્ડિયા સામે 29 T20 ઈન્ટરનેશનલ મેચની 26 ઈનિંગમાં 39 છગ્ગા ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 34.77 ની એવરેજથી 626 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 149.09 રહ્યો છે. ડેવિડ મિલરે ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચોમાં એક 1 અને 3 અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા નંબરે છે. ગ્લેન મેક્સવેલે ભારત સામે અત્યાર સુધી 24 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 38 છગ્ગા ફટકાર્યા છે. તેને T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારત સામે 30.31ની એવરેજ અને 158.18 ના સ્ટ્રાઈક રેટથી 576 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે.

વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં ત્રીજા નંબરે છે. તેને ભારત સામે 20 T20I મેચમાં 20 ઈનિંગમાં 35 છગ્ગા ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 32.88 ની એવરેજ અને 135.15 ના સ્ટ્રાઈક રેટથી 592 રન બનાવ્યા છે. પૂરને આ સમયગાળા દરમિયાન 5 અડધી સદી પણ ફટકારી છે.

શ્રીલંકાનો કેપ્ટન દાસુન શનાકા T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારત સામે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ચોથા નંબરે છે. દાસુન શનાકાએ આ ફોર્મેટમાં ભારત સામે 25 મેચોમાં 23 ઈનિંગમાં 30 છગ્ગા ફટકાર્યા છે, જેમાં 28.25 ની એવરેજ અને 142.51 ના સ્ટ્રાઈક રેટથી 452 રન બનાવ્યા છે. દાસુન શનાકાએ અત્યાર સુધી ભારત સામે ફક્ત 2 અડધી સદી ફટકારી છે.

વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસે ભારત સામે 9 T20 ઈન્ટરનેશનલ મેચોની 8 ઈનિંગમાં 28 છગ્ગા ફટકાર્યા છે, જે લિસ્ટમાં પાંચમા નંબરે છે. આ સમયગાળા દરમિયાન તેને 46 ની એવરેજ અને 173.11ના સ્ટ્રાઈક રેટથી 322 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને ભારત સામે 2 સદી પણ ફટકારી હતી.