T20 વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓ

T20 વર્લ્ડકપ 2026ની સીઝન પૂરી થઈ ગઈ છે. આ વખતે પણ ઘણા નવા રેકોર્ડ બન્યા છે. તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી કોણ છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Chris Gayle - Rohit Sharma

T20 વર્લ્ડકપ 2026 સમાપ્ત થઈ ગયો છે. T20 વર્લ્ડકપ અત્યાર સુધીમાં 10 સીઝન રમાઈ ચૂકી છે, જેમાં ભારતે 3 વખત, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે 2-2 વખત અને ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાએ 1-1 વખત આ ખિતાબ જીત્યો છે. ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી મોટાભાગના ફેન્સ વિચારતા હશે કે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં કયા બેટ્સમેન સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે, અને ટોપ 5માં કેટલા ભારતીય છે. T20 વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો શક્તિશાળી બેટ્સમેન ક્રિસ ગેલ ટોપ પર છે. તેને યુનિવર્સ બોસ અને સિક્સર કિંગ કહેવામાં આવે છે, અને આ લિસ્ટમાં ટોપ પર રહીને તેને આ સાબિત કરી દીધું છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોમાં ભારતનો રોહિત શર્મા બીજા નંબરે છે.  ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જોસ બટલર પણ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર આ લિસ્ટમાં ચોથા સ્થાને છે, અને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે પાંચમા સ્થાને આ લિસ્ટમાં છે.  

2/6Chris Gayle

T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઈલ છે. તેને વર્ષ 2007 થી લઈને 2021 સુધી T20 વર્લ્ડકપ રમ્યો. આ દરમિયાન 33 મેચ રમીને તેને 63 સિક્સ ફટકારી છે. તેનો આ રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી.

3/6Rohit Sharma

ભારતના કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટ બીજા નંબરે છે. તેને T20 વર્લ્ડકપ ઈતિહાસમાં 47 મેચ રમીને 50 સિક્સ ફટકારી છે. રોહિત શર્માએ વર્ષ 2007થી લઈને 2024 સુધી T20 વર્લ્ડકપ રમ્યો છે. આ ખેલાડી અને કેપ્ટન તરીકે T20 વર્લ્ડકપ જીતનાર પ્લેયર્સના લિસ્ટમાં સામેલ છે.

4/6Jos Buttler

ઈંગ્લેન્ડના ધાકડ બેટ્સમેન જોશ બટલરે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી 43 મેચ રમીને 45 સિક્સ ફટકારી છે. જોશ બટલરે પહેલો T20 વર્લ્ડકપ 2012માં રમ્યો હતો અને ત્યારથી હજુ સુધી રમી રહ્યો છે. તેનું આ વર્ષ 2026માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને વધુ રન બનાવી શક્યો નહીં.

5/6David Warner

ડેવિડ વોર્નર આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે. ડેવિડ વોર્નરે T20 વર્લ્ડકપમાં 41 મેચ રમીને 40 સિક્સ ફટકારી છે. તેને વર્ષ 2009 માં પહેલો વર્લ્ડકપ રમ્યો હતો અને વર્ષ 2024માં પોતાની ટીમનો મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો હતો. પરંતુ તે હવે ત્રણેય ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યો છે.

6/6Rahmanullah Gurbaz

અફઘાનિસ્તનાનો રહેમાનુલ્લાહ ગુરબાઝ આ લિસ્ટમાં પાંચમાં નંબરે છે. તેને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 20 મેચ રમીને 36 સિક્સ ફટકારી છે. રહેમાનુલ્લાહ ગુરબાઝ વર્ષ 2021માં પોતાનો પહેલો T20 વર્લ્ડકપ રમ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી રમી રહ્યો છે.

Gallery Ads