
T20 ક્રિકેટમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે, પરંતુ કેટલાક ખેલાડીઓએ આ જવાબદારીને એક નવા સ્તરે લઈ ગયા છે. સંજુ સેમસન એક એવો ખેલાડી છે જેણે પોતાની આક્રમક રમતથી પોતાને અલગ પાડ્યો છે. તાજેતરમાં સેમસન T20 ક્રિકેટમાં પોતાની સદીઓની સંખ્યા વધારીને આ ઉચ્ચ સ્થાન પર પહોંચ્યો છે. સેમસનની બેટિંગ સ્ટાઈલ અત્યંત આકર્ષક અને વિસ્ફોટક છે. તે પાવરપ્લેથી ડેથ ઓવર સુધી મોટા શોટ રમવાની ક્ષમતા ધરાવે છે. તેની તાકાત સ્પિન અને ઝડપી બોલિંગ બંને સામે તેના આરામમાં રહેલી છે. આ જ કારણ છે કે તેણે તેની ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવી છે અને ઘણી મેચોમાં વિજય તરફ દોરી છે. સંજુ સેમસન હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ સાથે વિકેટકીપર-બેટ્સમેનોની લિસ્ટમાં ટોપની નજીક પહોંચી ગયો છે. આ લિસ્ટમાં અન્ય અગ્રણી નામોનો પણ સમાવેશ થાય છે જેમણે સતત સારું પ્રદર્શન કર્યું છે. સેમસનની સિદ્ધિ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે માત્ર એક પ્રતિભાશાળી ખેલાડી જ નહીં પરંતુ મેચ વિજેતા પણ છે. આવનારા સમયમાં તેની પાસેથી મોટા રેકોર્ડની અપેક્ષા રાખવામાં આવે છે, અને તે ભારતીય ક્રિકેટનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે.

T20 ક્રિકેટના આગમન પછી બેટિંગ સ્ટાઈલમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જેમ કે ટીમની વ્યૂહરચનાઓ પણ બદલાઈ ગઈ છે. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં મોટાભાગની ટીમોમાં હવે વિકેટકીપર હોય છે જેમને બેસ્ટ ટોપ-ઓર્ડર બેટ્સમેનોમાં ગણવામાં આવે છે અને વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. વિકેટકીપર માટે આ બેવડી જવાબદારી નિભાવવી સરળ નથી, પરંતુ આજે ઘણા વિકેટકીપર છે જે તેને સરળતાથી પૂર્ણ કરે છે. તેથી તમને T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સદી ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સાઉથ આફ્રિકાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, આ લિસ્ટમાં ટોપ પર છે. ક્વિન્ટન ડી કોકને T20 ફોર્મેટમાં ખતરનાક ઓપનિંગ બેટ્સમેન માનવામાં આવે છે, જે એકલા હાથે મેચ પૂરી કરવામાં સક્ષમ છે. ક્વિન્ટન ડી કોકે વિકેટકીપર-બેટ્સમેન તરીકે 397 T20 મેચ રમી છે, જેમાં 32.14 ની એવરેજથી 11,445 રન બનાવ્યા છે. તેને 9 સદી પણ ફટકારી છે.

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેનોમાંના એક સંજુ સેમસન હવે આ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો છે. T20 ક્રિકેટમાં સંજુ સેમસન વિકેટકીપર-બેટ્સમેન તરીકે 235 મેચ રમ્યો છે, જેમાં તેને 32.8 ની એવરેજથી 6298 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સંજુ સેમસન 8 સદી પણ ફટકારી ચૂક્યો છે.

ટીમ ઈન્ડિયાનો અન્ય એક સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન તે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. કિશન વિકેટકીપર-બેટ્સમેન તરીકે 150 T20 મેચ રમ્યો છે, જેમાં તેને 31.25 ની એવરેજથી 4,282 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ઈશાન કિશન 5 સદી ફટકારી છે.

પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન કામરાન અકમલ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. પોતાના T20 કરિયરમાં, અકમલે વિકેટકીપર-બેટ્સમેન તરીકે 282 મેચ રમી છે, જેમાં 26.12 ની એવરેજથી 6,454 રન બનાવ્યા છે અને 5 સદી ફટકારી છે.