ભારતે ક્રિકેટ જગતને રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી જેવા વિકેટકીપર આપ્યા છે. આ ખેલાડીઓએ દુનિયામાં દરેક જગ્યાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત માટે કયા વિકેટકીપરે સૌથી વધુ રન બનાવ્યા છે.

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે કુલ 4876 રન બનાવ્યા છે.

રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે કુલ 3200 રન બનાવ્યા છે. ભારત માટે વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા નંબર પર છે. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 8 સદી ફટકારી છે.

ભારત માટે વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સૈયદ કિરમાણી ત્રીજા નંબર પર છે. તેને ભારત માટે વિકેટકીપર તરીકે 2759 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને બે સદી અને 12 અડધી સદી ફટકારી છે.

ફારુક એન્જિનિયરે ભારત માટે વિકેટકીપર તરીકે 46 ટેસ્ટ મેચોમાં કુલ 2611 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને બે સદી અને 16 અડધી સદી ફટકારી છે.

નયન મોંગિયાએ ભારત માટે વિકેટકીપર તરીકે કુલ 1442 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.