
ભારતના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ શુક્રવારે શ્રીલંકા સામે 31 બોલમાં 61 રન બનાવ્યા. તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો અને T20 ટૂર્નામેન્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં પણ એન્ટ્રી કરી.

T20 ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ/સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ફિલ સોલ્ટના નામે છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટે 2023માં વેસ્ટ ઈન્ડીઝ સામે 5 ઈનિંગમાં 331 રન બનાવ્યા હતા.

આ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી બીજા નંબરે છે. વિરાટ કોહલીએ 2014 T20 વર્લ્ડકપ દરમિયાન 6 ઈનિંગમાં 319 રન બનાવ્યા હતા. T20 એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ 5 ઈનિંગમાં 276 રન બનાવ્યા હતા.

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન તિલકરત્ને દિલશાને 2009ના T20 વર્લ્ડકપમાં 7 ઈનિંગમાં 317 રન બનાવ્યા હતા. તે T20 ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ/સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારના લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ રિઝવાને 2022માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં 6 ઈનિંગમાં 316 રન બનાવ્યા હતા. રિઝવાને T20 એશિયા કપમાં પણ 6 ઈનિંગમાં 281 રન બનાવ્યા હતા.

ભારતીય ઓપનર અભિષેક શર્મા પણ આ લિસ્ટમાં જોડાયો છે. એશિયા કપ 2025માં તેને 6 ઈનિંગમાં 309 રન બનાવ્યા હતા. તે ફાઈનલમાં પણ રમશે.