Akriti Agarwal કોણ છે? જેની સાથે ક્રિકેટર પૃથ્વી શોએ કરી સગાઈ

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો તાજેતરમાં જ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે, કારણ કે તેને સોશિયલ મીડિયા દ્વારા તેની ગર્લફ્રેન્ડ અને જાણીતી ઈન્ફ્લૂએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈની જાહેરાત કરી. તેમની સગાઈના ફોટા સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.

કોણ છે આકૃતિ અગ્રવાલ?

1/6Akriti Agarwal - Prithvi Shaw

આજે રવિવાર 8 માર્ચ 2026ના T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ દિવસે ભારતીય બેટ્સમેન પૃથ્વી શોએ સગાઈ કરી છે. પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ફેન્સ સાથે પોતાની સગાઈના સારા સમાચાર શેર કર્યા. પૃથ્વી શોએ કેપ્શનમાં લખ્યું છે કે "મેદાન પર છગ્ગાથી લઈને મેદાનની બહાર જીવનભરની સફળતા સુધી. આ મારી સંપૂર્ણ ઈનિંગ છે!" પૃથ્વી શોએ સગાઈની રિંગ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલને આપી, જેનાથી સવાલ ઉભા થયા કે આકૃતિ અગ્રવાલ કોણ છે. 

2/6Akriti Agarwal - Prithvi Shaw

પૃથ્વી શોએ ઈન્સ્ટાગ્રામ પર તેની ભાવિ પત્ની આકૃતિ અગ્રવાલ સાથેના ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે, જેમાં તે એક ઘૂંટણ પર બેઠો છે અને તેની આંગળીમાં વીંટી પહેરાવતો જોવા મળે છે. આ ફોટામાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને ફેન્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

3/6Akriti Agarwal - Prithvi Shaw

આ સગાઈના ફોટા સાથે, પૃથ્વી શોએ એક ખાસ કેપ્શન લખ્યું, જેમાં આકૃતિને તેની પરફેક્ટ મેચ ગણાવી. આ પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ, અને ક્રિકેટ ફેન્સ અને સેલિબ્રિટીઓએ તેમની શુભેચ્છાઓ વ્યક્ત કરી.

4/6Akriti Agarwal - Prithvi Shaw

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલ છે, જોકે તેમણે તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા. તેમની સગાઈ સાથે તેમનો સંબંધ સત્તાવાર બની ગયો છે, જે બંને માટે એક નવી સફરની શરૂઆત છે.

5/6Akriti Agarwal - Prithvi Shaw

આકૃતિ અગ્રવાલ એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે અભિનયમાં પણ સામેલ છે અને તેણે અસંખ્ય પ્રોજેક્ટ્સ અને ડિજિટલ કન્ટેન્ટ દ્વારા પોતાનું નામ બનાવ્યું છે.

6/6Akriti Agarwal - Prithvi Shaw

આકૃતિને ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન લોકો ફોલો કરે છે અને તેની યુટ્યુબ ચેનલ પણ છે જેમાં 88,000 સબ્સ્ક્રાઈબર્સ છે. આકૃતિના અંગત જીવનની વાત કરીએ તો, તે મૂળ લખનૌની છે પરંતુ બાદમાં મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ.

Gallery Ads