
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન પિતા બન્યો છે. તેને અઝલાન નામના પુત્રનું સ્વાગત કર્યું છે. રાશિદ ખાને સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. રાશિદ હાલમાં IPL 2026માં ગુજરાત ટાઈટન્સ માટે રમી રહ્યો છે. રાશિદે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં એક લાકડાનું બોર્ડ હતું જેના પર લખ્યું છે કે "હેલો વર્લ્ડ, મારું નામ અઝલાન ખાન છે." પોતાની ખુશી વ્યક્ત કરતા રાશિદે લખ્યું, "અલહમદુલિલ્લાહ. દુનિયામાં આપનું સ્વાગત છે, મારા નાના રાજકુમાર." રાશિદે ફેન્સને તેના પરિવાર માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. તેની પોસ્ટને ટીમના સાથીઓ અને નજીકના મિત્રો તરફથી પ્રેમાળ સંદેશાઓ મળ્યા. રાશિદે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. તેને અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં 25.67 ની એવરેજ અને 7.7 ના ઈકોનોમી રેટથી 6 વિકેટ લીધી છે.

IPL 2026 સીઝન દરમિયાન ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાને તેના ફેન્સ સાથે ખુશીના સમાચાર શેર કર્યા. તે પિતા બન્યો છે. તેને પુત્રનું સ્વાગત કર્યું છે. તેને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે.

રાશિદ ખાને પોતાના દીકરાનું નામ અઝલાન ખાન રાખ્યું છે. સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા તેને લખ્યું છે કે "અલહમદુલિલ્લાહ, દુનિયામાં આપનું સ્વાગત છે મારા નાના રાજકુમાર. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો."

રાશિદ ખાનના બે લગ્ન થયા છે. તેમના પહેલા લગ્ન 3 ઓક્ટોબર, 2024ના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પશ્તુન રિવાજો અનુસાર થયા હતા. રાશિદની સાથે તેમના 3 ભાઈઓએ પણ લગ્ન કર્યા હતા.

રાશિદ ખાને 2 ઓગસ્ટ, 2025 ના રોજ પોતાના બીજા લગ્નની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની બીજી પત્ની યુકે સ્થિત અફઘાન મહિલા છે. તેમની પહેલી પત્ની હજુ પણ તેમની સાથે છે કે નહીં તે સ્પષ્ટ નથી.

રાશિદ ખાને IPL 2026માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં તેને 6 વિકેટ લીધી છે. તેને આ સિઝનમાં 1 મેચમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ પણ કરી હતી. શુભમન ગિલ આ મેચ માટે ઉપલબ્ધ ન હતો.