
ICC મેન્સ T20 વર્લ્ડકપમાં 2007થી શરૂ થયો છે. T20 વર્લ્ડકપના ઈતિહાસ પર નજર કરીએ તો કેટલાક નામો એવા છે જેમને આ ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી પોતાને અલગ પાડ્યા છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કયા ખેલાડીઓએ સૌથી વધુ મેચ રમી છે. આ લિસ્ટમાં રન બનાવવાના મામલે ટોપ પર ભારતીય સ્ટાર વિરાટ કોહલી છે.

રોહિત શર્મા T20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. 2007માં પહેલો વર્લ્ડકપ રમાયો ત્યારથી રોહિત શર્મા 2024 સુધી કુલ 47 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને 1220 રન બનાવ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા વિના T20 વર્લ્ડકપમાં રમશે, કારણ કે તે હવે નિવૃત્ત થઈ ગયો છે.

આ લિસ્ટમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન બીજા નંબરે છે. શાકિબ 2007 થી T20 વર્લ્ડકપમાં પણ રમી રહ્યો છે. આ દરમિયાન તેને 43 મેચ રમી છે, જેમાં 853 રન બનાવ્યા છે અને 50 વિકેટ લીધી છે. આ વખતે તે પણ આ ટુર્નામેન્ટમાં તેની ટીમ તરફથી રમશે નહીં.

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને T20 વર્લ્ડકપમાં 41 મેચ રમી છે. ડેવિડ વોર્નર 2009માં પહેલો T20 વર્લ્ડકપમાં રમ્યો હતો, તે દરમિયાન 984 રન બનાવ્યા હતા. તેને હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

બાંગ્લાદેશનો ખેલાડી મહમુદુલ્લાહ ખાન ચોથા નંબરે છે. તેને અત્યાર સુધીમાં T20 વર્લ્ડકપમાં 37 મેચ રમી છે. તે 2007 થી 2024 સુધી ટુર્નામેન્ટનો ભાગ રહ્યો છે અને કુલ 458 રન બનાવવામાં સફળ રહ્યો છે.

આ લિસ્ટમાં ઈંગ્લેન્ડનો જોસ બટલર પાંચમાં નંબરે છે. તેને 2012 થી 2024 સુધી 35 T20 વર્લ્ડકપની મેચ રમી છે, આ દરમિયાન તેને 1,013 રન બનાવ્યા હતા.