વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી બનાવનાર ભારતીય, કેએલ રાહુલ રચશે ઈતિહાસ!

વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ટોપ ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં સચિન તેંડુલકરથી લઈને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. કેએલ રાહુલે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનો રેકોર્ડ જોખમમાં મૂક્યો છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/7

વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ટોપ ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં સચિન તેંડુલકરથી લઈને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. કેએલ રાહુલે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનો રેકોર્ડ જોખમમાં મૂક્યો છે.

2/7

મહાન બેટ્સમેન સચિન તેંડુલકર એવો ભારતીય છે જેને વિદેશી ધરતી પર ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદીઓ ફટકારી છે. 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા સચિને પોતાના કરિયરમાં ઘરની બહાર 106 મેચોમાં 29 સદી ફટકારી હતી.

3/7

ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ આ લિસ્ટમાં બીજા નંબરે છે. રાહુલ દ્રવિડે વિદેશમાં 91 ટેસ્ટ મેચમાં 21 સદી ફટકારી હતી. તેમનો હાઈએસ્ટ સર્વોચ્ચ સ્કોર 270 રન હતો.

4/7

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિદેશી ધરતી પર ટેસ્ટમાં કુલ 18 સદી ફટકારી હતી. તેમને ઘરની બહાર 61 મેચ રમી હતી, જેમાં 221 રન સૌથી વધુ છે. તેઓ ટેસ્ટમાં 10 હજાર રન બનાવનારા પહેલા ક્રિકેટર છે.

5/7

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેને વિદેશી ધરતી પર 68 ટેસ્ટ મેચમાં 16 સદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 200 છે. વિરાટ કોહલીએ મે 2025 માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેને કુલ 123 ટેસ્ટ રમી હતી.

6/7

ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ઘરની બહાર 51 ટેસ્ટ મેચોમાં 10 સદી ફટકારી હતી. વીરેન્દ્ર સેહવાગનો હાઈએસ્ટ સ્કોર 309 રન છે, જે તેને 2004માં મુલતાનમાં પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

7/7

કેએલ રાહુલ આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. તેને વિદેશમાં અત્યાર સુધી 41 ટેસ્ટ મેચમાં 9 સદી ફટકારી છે. કુલ 10 ટેસ્ટ સદીમાંથી તેને ઘરઆંગણે ફક્ત એક જ સદી ફટકારી છે. રાહુલ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે. તેને 6 ઈનિંગમાં 62.50 ની એવરેજથી 375 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. જો રાહુલ સિરીઝની બાકીની બે ટેસ્ટમાં ઓછામાં ઓછી એક સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનો રેકોર્ડ તોડી નાખશે. વીવીએસ લક્ષ્મણે પોતાના ટેસ્ટ કરિયરમાં વિદેશમાં 9 સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ બુધવાર (23 જુલાઈ) થી માન્ચેસ્ટરમાં યોજાશે.

Gallery Ads