ODI ક્રિકેટ ઈતિહાસમાં બેવડી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન, કોના નામે છે સૌથી વધુ 200?

ભારતીય ટીમ માટે ODIમાં પહેલી બેવડી સદી સચિન તેંડુલકરે ફટકારી હતી અને અત્યાર સુધીમાં 5 ભારતીય બેટ્સમેનોએ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6ODI Batsman

ભારતીય ટીમ માટે ODIમાં 5 ભારતીય બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર, રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન અને વીરેન્દ્ર સેહવાગનું નામ સામેલ છે.

2/6Sachin Tendulkar

સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. 2010માં સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકા સામે 147 બોલમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 200 રન બનાવ્યા હતા.

3/6Rohit Sharma

રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન છે જેને ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેને 2013માં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં 209 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2014માં શ્રીલંકા સામેની ODIમાં 264 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2017માં તેને શ્રીલંકા સામેની ODIમાં 208 રન બનાવ્યા હતા.

4/6Virender Sehwag

વીરેન્દ્ર સેહવાગે ODI ક્રિકેટમાં એક બેવડી સદી ફટકારી છે. 2011માં તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODIમાં 149 બોલમાં 219 રન બનાવ્યા હતા, જેમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

5/6Ishan Kishan

ઈશાન કિશને ODI ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. 2022માં તેને બાંગ્લાદેશ સામેની ODI માં 131 બોલમાં 209 રન બનાવ્યા, જેમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા છે.

6/6Shubman Gill

શુભમન ગિલે ODI ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. 2023માં તેને ન્યુઝીલેન્ડ સામે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રન બનાવ્યા હતા.

Gallery Ads