
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા સચિન તેંડુલકરની નજીક કોઈ ભારતીય બેટ્સમેન નથી. વિરાટ કોહલીએ તાજેતરમાં લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પાર કર્યો છે.

સચિન તેંડુલકર લિસ્ટ A ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 1989 થી 2012 ની વચ્ચે સચિન તેંડુલકરે 551 લિસ્ટ A મેચ રમી, જેમાં 538 ઈનિંગમાં 21999 રન બનાવ્યા. તેમને લિસ્ટ A ક્રિકેટમાં 60 સદી અને 114 અડધી સદી ફટકારી.

2025-26 વિજય હજારે ટ્રોફીના પહેલા દિવસે દિલ્હી તરફથી રમતી વખતે વિરાટ કોહલીએ 16,000 રન પૂરા કર્યા. આંધ્રપ્રદેશ સામે શાનદાર સદી ફટકારીને તેને 16,000 રનનો આંકડો પાર કર્યો. વિરાટના 343 લિસ્ટ A મેચોમાં 58 સદી અને 84 અડધી સદી સાથે 16,130 રન થયા છે.

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી લિસ્ટ A ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોમાં ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સૌરવ ગાંગુલીએ 437 લિસ્ટ A મેચોની 421 ઈનિંગમાં 41.32ની એવરેજથી 15,622 રન બનાવ્યા, જેમાં 31 સદી અને 97 અડધી સદી ફટકારી છે.

રાહુલ દ્રવિડ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેનોમાં સામેલ છે. રાહુલ દ્રવિડે 449 લિસ્ટ A મેચોમાં 416 ઈનિંગમાં 15,271 રન બનાવ્યા હતા. 19 વર્ષના કરિયરમાં રાહુલ દ્રવિડે 21 સદી અને 112 અડધી સદી ફટકારી હતી.

રોહિત શર્માએ લિસ્ટ A ક્રિકેટમાં 13,913 રન બનાવ્યા છે, 351 મેચોમાં 339 ઈનિંગમાં 47.32ની એવરેજથી રમ્યો છે. તેને 37 સદી અને 74 અડધી સદી પણ ફટકારી છે.