શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈનની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ? તે વાતનો ખુલાસો શિખર ધવને પોતે કર્યો છે. તેને જણાવ્યું કે બંનેની પહેલી મુલાકાત કેવી રીતે થઈ.

શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈનની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ? તે વાતનો ખુલાસો શિખર ધવને પોતે કર્યો છે. તેને જણાવ્યું કે બંનેની પહેલી મુલાકાત કેવી રીતે થઈ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના બીજા પ્રેમનું રહસ્ય ખોલ્યું છે. શિખર ધવને પોતે જણાવ્યું છે કે તે તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે ક્યાં મુલાકાત થઈ હતી. તમને જણાવી દઈએ કે શિખર-સોફીની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ.

શિખરે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સોફી સાથેનો એક ફોટો શેર કરીને તેમની રિલેશનશિપને કન્ફર્મ કરી હતી. હવે શિખરે એક પ્રોડક્ટના પ્રમોશનલ વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તે સોફીને પહેલી વાર ક્યાં મળ્યો હતો.

શિખર ધવને જણાવ્યું કે તે પહેલી વાર સોફીને દુબઈના એક રેસ્ટોરન્ટમાં મળ્યો હતો. શિખરે જણાવ્યું કે તે સમયે સોફીએ કૈમોફ્લેજ ટ્રાઉઝર અને જેકેટ પહેર્યું હતું. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈને કહ્યું કે શિખરનો સુંદર ફેસ અને શરારતી આંખો તેને ખૂબ આકર્ષિત કરતી હતી. સોફી આયર્લેન્ડની છે. તેને માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સોફી એક આઈરિશ પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને અબુ ધાબીમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરે છે.

શિખરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શિખર ધવને વર્ષ 2023માં લગ્નના 11 વર્ષ બાદ આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા હતા. શિખરને જોરાવર નામનો એક પુત્ર પણ છે.