Shikhar Dhawan સોફી શાઈન સાથે ટૂંક સમયમાં કરશે લગ્ન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને મેચ વિનર ઓપનર શિખર ધવન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. તેના 2023માં છૂટાછેડા થયા હતા, પરંતુ હવે તે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે.

જાણો ક્યાં થશે લગ્ન

1/6Shikhar Dhawan - Sophie Shine (5)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન આવતા મહિને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કરવા તૈયાર છે. આ કપલ લાંબા સમયથી સાથે છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેઓ પહેલી વાર સાથે જોવા મળ્યા હતા. ધવન અને સોફીએ પોતે જ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. આયર્લેન્ડની વતની સોફી એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને અબુ ધાબીમાં એક કંપનીમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. સોફીનો જન્મ જૂન 1990માં આયર્લેન્ડના લિમેરિકમાં થયો હતો.

2/6Shikhar Dhawan - Sophie Shine

શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈને તેમના ફેન્સને એક સારા સમાચાર આપ્યા છે. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ફેબ્રુઆરીમાં લગ્ન કરશે.

3/6Shikhar Dhawan - Sophie Shine (1)

મીડિયા રિપોર્ટ મુજબ શિખર ધવન અને સોફી શાઈન ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લગ્ન કરશે. લગ્ન દિલ્હી-એનસીઆરમાં થશે.

4/6Shikhar Dhawan - Sophie Shine (2)

શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં ક્રિકેટ અને બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. ગ્રાન્ડ સેરેમનીની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.

5/6Shikhar Dhawan - Sophie Shine (3)

શિખર ધવન અને સોફી શાઈનના સંબંધો 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન સામે આવ્યા હતા. તેઓ સ્ટેન્ડમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

6/6Shikhar Dhawan - Sophie Shine (4)

શિખર ધવનના પહેલા લગ્ન આયેશા મુખર્જી સાથે થયા હતા, બંનોનો 11 વર્ષનો દીકરો ઝોરાવર ધવન છે. 2023માં તેમના છૂટાછેડા થઈ ગયા. ધવને અનેક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે પોતાના દીકરા ઝોરાવરને મળવા માટે ઉત્સુક છે.

Gallery Ads