
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ઘણીવાર તેમના લગ્ન અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર ત્રણ વખત લગ્ન કરવા બદલ ટ્રોલર્સનો શિકાર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તેમના ચોથા લગ્ન અંગે દાવાઓ ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રિકેટર ટૂંક સમયમાં ચોથી વખત વરરાજા બનવાનો છે. તાજેતરમાં એવી ચર્ચામાં થઈ રહી હતી કે તેઓ ચોથા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ પાકિસ્તાની એક્ટ્રેસ વનીઝા સત્તાર સાથે સંબંધમાં છે અને તેઓ ચોથી વાર તેમની સાથે લગ્ન કરી શકે છે.

એક્ટ્રેસ વનીઝા સત્તારે હવે પરિણીત ક્રિકેટર શોએબ મલિક સાથેના તેના લગ્નની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણે તેના શોમાં હોસ્ટ અને એક્ટ્રેસ નિદા યાસીર સાથેના તેના લગ્નની ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે.

વનીઝા સત્તારે કહ્યું કે "એક દિવસ હું જાગી અને ઈન્સ્ટાગ્રામ પર નજર કરી. મેં કહ્યું કે 'બરાબર.' શરૂઆતમાં, મેં તેને હળવાશથી લીધું. મને લાગ્યું કે તે બસ ઉડી જશે."

'પહેલાં, શોએબ મલિકનું નામ બીજી છોકરી સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે છોકરી પહેલાથી જ પરિણીત છે, ત્યારે લોકોએ તેનું નામ મારા નામ સાથે જોડી દીધું.'

"હું મજાક કરી રહી હતી. પણ જે લોકો આવું કરે છે, તેઓ આવું કરે છે. પણ જેની ચર્ચાઓ ફેલાવવામાં આવી છે તેના પર તેની અસર પડે છે. કોઈના લગ્ન બરબાદ થઈ શકે છે. મારી પર્સનલ લાઈફ બરબાદ થઈ રહી છે."

વનીઝા સત્તારે વધુમાં ખુલાસો કર્યો કે શોએબ મલિક સાથેના લગ્નની ચર્ચાઓ સામે આવ્યા પછી તેની માતાને ઘણા ફોન આવ્યા. એક્ટ્રેસે કહ્યું કે "લોકો મને પૂછવા લાગ્યા કે શું હું શોએબ મલિક સાથે લગ્ન કરી રહી છું. હું કહેતી, 'હા, હું લગ્ન કરી રહી છું.' પરંતુ પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ."