વર્ષ 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન

શુભમન ગિલ, અભિષેક શર્મા અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓએ 2025માં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, ઘણી મેચોમાં એકલા હાથે ટીમને જીત અપાવી છે. તમને જણાવી દઈએ કે 2025માં કયા ભારતીય ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Cricketer

શુભમન ગિલ, અભિષેક શર્મા અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓએ 2025માં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, ઘણી મેચોમાં એકલા હાથે ટીમને જીત અપાવી છે. તમને જણાવી દઈએ કે 2025માં કયા ભારતીય ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

2/6Shubman Gill (3)

શુભમન ગિલે 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 2025માં ટીમ ઈન્ડિયા માટે 42 ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 1764 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 3 અડધી સદી ફટકારી છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.

3/6KL Rahul

કેએલ રાહુલ હાલમાં ભારતીય T20 ટીમની બહાર છે. તેને 2025માં ટેસ્ટ અને વનડેમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેને 2025માં 24 ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 1180 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

4/6Yashasvi Jaiswal

તાજેતરના સમયમાં યશસ્વી જયસ્વાલે જ્યારે પણ તક મળી છે ત્યારે તેને પોતાની યોગ્યતા સાબિત કરી છે અને ટીમ માટે મેચ વિજેતા તરીકે ઉભરી આવ્યો છે. યશસ્વી જયસ્વાલે 14 ટેસ્ટ મેચોમાં કુલ 916 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 3 અડધી સદી ફટકારી છે.

5/6Ravindra Jadeja (1)

રવિન્દ્ર જાડેજાએ 2025માં ભારતીય ક્રિકેટ ટીમ માટે કુલ 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને બેટથી 870 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

6/6Abhishek Sharma

અભિષેક શર્માએ 2025માં ભારતીય ટીમ માટે 21 ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 859 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તે 2025માં ટીમ ઈન્ડિયા માટે મુખ્ય મેચ વિજેતા સાબિત થયો છે અને તેને પોતાની ધમાકેદાર રમતથી બધાના દિલ જીતી લીધા છે.

Gallery Ads