શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે અને તેના બેટથી ઘણા રન બનાવી રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસથી તેને ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે અને તેને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાર ઈનિંગ્સ રમી છે, જેમાંથી ત્રણમાં તેને સદી ફટકારી છે.

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ઈંગ્લેન્ડના બોલરોને હેરાન કર્યા. તેને પહેલી ઈનિંગમાં 269 રન બનાવ્યા. આ દરમિયાન તેને 30 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. આ સાથે તે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ રમનાર કેપ્ટન બન્યો.

વિરાટ કોહલીએ વર્ષ 2019માં એક ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે 254 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને 33 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 243 રન અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ કેપ્ટન તરીકે 235 રનની ઈનિંગ રમી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ 2013 માં ભારત માટે ટેસ્ટ કેપ્ટન તરીકે 224 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયન બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરે 1999માં ટેસ્ટ કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ સામે 217 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ તેને કુલ 344 બોલ રમ્યા અને 29 ચોગ્ગા ફટકાર્યા.

વિરાટ કોહલીએ 2016 માં ટેસ્ટ કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ સામે 211 રન બનાવ્યા હતા. તે સમયે તેને કુલ 20 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમના કારણે જ ભારતીય ટીમ 321 રનથી મેચ જીતી શકી હતી.