
ભારતીય બેટ્સમેનોએ 2025નું વર્ષ પ્રભુત્વ મેળવ્યું. ભારતીય બેટ્સમેનોને ત્રણેય ફોર્મેટમાં સદીઓ ફટકારી: ટેસ્ટ, ODI અને T20I. તમને જણાવી દઈએ કે 2025માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન કોણ છે.

શુભમન ગિલ 2025 માં સૌથી વધુ સદીઓ ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. તેને આ વર્ષે 35 મેચોમાં 42 ઈનિંગમાં 7 સદી ફટકારી હતી. તે આ વર્ષે સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. ગિલ અને જો રૂટ 7 સદી સાથે ટોપના સ્થાને છે. ગિલે આ વર્ષે ટેસ્ટમાં 5 અને વનડેમાં 2 સદી ફટકારી છે.

2025માં ભારતીય બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલ બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ વર્ષે યશસ્વી જયસ્વાલે 4 સદી ફટકારી છે. તેને ટેસ્ટમાં 3 સદી અને વનડેમાં 1 સદી ફટકારી છે. તેને 3 અડધી સદી પણ ફટકારી છે.

2025ના વર્ષમાં વિરાટ કોહલી પણ ચમક્યો હતો. તેને આ વર્ષે 3 સદી ફટકારી હતી, ત્રણેય ODI ક્રિકેટમાં. આ વર્ષે વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગયા વર્ષે તેને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં એક્ટિવ છે.

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે આ વર્ષે 3 સદી ફટકારી છે. 2025માં રાહુલે 10 ટેસ્ટ મેચોમાં 19 ઈનિંગમાં 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. આ વર્ષે 14 વનડે મેચોમાં કેએલ રાહુલે 2 અડધી સદી ફટકારી હતી પરંતુ કોઈ સદી ફટકારી ન હતી.

રોહિત શર્માએ 2025માં 2 સદી ફટકારી હતી. આ બંને સદી ODI ક્રિકેટમાં આવી હતી. રોહિત શર્માની જેમ રિષભ પંતે પણ આ વર્ષે બે સદી ફટકારી હતી. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ આ વર્ષે 2 સદી ફટકારી હતી.