Smriti Mandhanaએ પાકિસ્તાન સામે આ ખાસ લિસ્ટમાં બનાવી જગ્યા

પાકિસ્તાન સામેની મેચમાં 29 વર્ષના સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી. તેણે શાનદાર અડધી સદી ફટકારી અને બેસ્ટ ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવ્યું.

સ્મૃતિ મંધાનાની ધમાકેદાર ફિફ્ટી

1/6Smriti Mandhana - Harmanpreet Kaur

વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં 14 જૂને ભારત અને પાકિસ્તાન આમને-સામને રમ્યા. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવ્યા. આ અડધી સદી સાથે સ્મૃતિ મંધાનાએ મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરના રેકોર્ડની બરાબરી કરી. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવ્યું. વિમેન્સ T20 વર્લ્ડકપમાં ભારતની 3 ખેલાડીઓએ સૌથી વધુ 50+ સ્કોર બનાવ્યા છે. મિતાલી રાજે 23 ઈનિંગમાં 5 અડધી સદી ફટકારી છે, જ્યારે હરમનપ્રીત કૌરે 34 ઈનિંગમાં 5 અડધી સદી ફટકારી છે. સ્મૃતિ મંધાનાએ હવે મિતાલી અને હરમનના લિસ્ટમાં 26 ઈનિંગમાં સતત 5 અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. પૂનમ રાવત 3 અડધી સદી સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે. વધુમાં પાકિસ્તાન સામેની મેચમાં હરમનએ મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો. તે હવે વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. હરમનપ્રીત કૌર હવે 762 રન સાથે ટોપના સ્થાને છે, તેણે મિતાલીને પાછળ છોડી દીધી છે, જેણે T20 વર્લ્ડકપમાં 726 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના ત્રીજા નંબરે છે, જેણે અત્યાર સુધી T20 વર્લ્ડકપમાં 592 રન બનાવ્યા છે. જેમીમા રોડ્રિગ્સ 408 રન સાથે ચોથા નંબરે છે.

2/6Smriti Mandhana

વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 14 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ભારતીય મહિલા ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ઓપનર સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાની બોલરોને હેરાન કરી દીધા હતા. સ્મૃતિ મંધાનાએ ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

3/6Smriti Mandhana

આ મેચમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે ઓપનર શેફાલી વર્મા 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ સ્મૃતિ મંધાનાએ એક છેડો પકડી રાખ્યો અને પોતાની ઈનિંગ ચાલુ રાખી.

4/6Smriti Mandhana

આ મેચમાં પાકિસ્તાન સામે સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, જેમાં કુલ 11 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ પહેલા ગયા વર્ષે જ્યારે ભારત અને પાકિસ્તાન વિમેન્સ ODI વર્લ્ડકપ 2025 માં ટકરાયા હતા, ત્યારે સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાન સામે ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. તે મેચમાં તેણે 32 બોલમાં 23 રન બનાવ્યા હતા. પરંતુ હવે તેણે આ મેચમાં અડધી સદી ફટકારી છે.

5/6Smriti Mandhana

સ્મૃતિ મંધાનાએ પણ એક ખાસ લિસ્ટમાં સ્થાન મેળવ્યું. તે વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારી ત્રીજી ભારતીય ખેલાડી બની. T20 વર્લ્ડકપમાં આ તેની પાંચમી અડધી સદી હતી. આ પહેલા હરમનપ્રીત કૌર અને મિતાલી રાજે પણ 5-5 અડધી સદી ફટકારી છે. પૂનમ રાવતે પણ 3 અડધી સદી ફટકારી છે.

6/6Smriti Mandhana

29 વર્ષની સ્મૃતિ મંધાનાએ ભારત માટે 166 T20 મેચ રમી છે, જેમાં 29.88 ની એવરેજથી 4333 રન બનાવ્યા છે. તેણે 33 અડધી સદી અને 1 સદી ફટકારી છે. તે ભારત માટે સારું પ્રદર્શન કરી રહી છે.

Gallery Ads