કેએલ રાહુલે તોડ્યો વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ, સેના દેશોમાં સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર કોણ છે?

લોર્ડ્સ ટેસ્ટમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી અને સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ઓપનરોની લિસ્ટમાં વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યો. તમને જણાવી દઈએ કે સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ઓપનરો કોણ છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Cricketer

લોર્ડ્સ ટેસ્ટમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી અને સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ઓપનરોની લિસ્ટમાં વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યો. તમને જણાવી દઈએ કે સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ઓપનરો કોણ છે.

2/6

સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કર છે. સુનીલ ગાવસ્કરે સેના દેશો સામે સૌથી વધુ રન બનાવ્યા છે.

3/6

સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં કુલ 32 ટેસ્ટ મેચ રમી હતી અને 44.80 ની એવરેજથી 2464 રન બનાવ્યા હતા. જેમાં 8 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તે 2 વખત અણનમ રહ્યો.

4/6

ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરી રહેલો કેએલ રાહુલ લોર્ડ્સમાં સદી ફટકાર્યા બાદ સેના દેશોમાં બીજા સૌથી સફળ ભારતીય ઓપનર બન્યો છે. તેને 24 ટેસ્ટ મેચની 45 ઈનિંગમાં 1608 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 36.54 છે. અત્યાર સુધીમાં તેને 6 સદી અને 5 અડધી સદી ફટકારી છે.

5/6

સેના દેશોમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરેન્દ્ર સેહવાગ ત્રીજા ક્રમે છે. વિરેન્દ્ર સેહવાગે 2002 થી 2012 દરમિયાન સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં 27 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેને 32.12 ની એવરેજથી 1574 રન બનાવ્યા, જેમાં 3 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.

6/6

મુરલી વિજય સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ઓપનરમાં ચોથા ક્રમે છે. મુરલી વિજયે 2010 થી 2018 દરમિયાન 21 ટેસ્ટ મેચની 42 ઈનિંગમાં 30.59ની એવરેજથી 1285 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે.

Gallery Ads