T20 World Cup 2026માં અત્યાર સુધી કોણે બનાવ્યા સૌથી વધુ રન? જાણો કોણ છે ટોપ પર

T20 World Cup 2026માં અત્યાર સુધી સૌથી વધુ રન કોણે બનાવ્યા છે અને આ લિસ્ટમાં ટોપ પર કોણ છે તે તમને જણાવી દઈએ.

જાણો ટોપ-5માં કોણ છે સામેલ

1/6Cricketer

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થયો છે. બેટ્સમેન અને બોલરો પોતાની કુશળતા બતાવી રહ્યા છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ફક્ત પાંચ બેટ્સમેન જ 100 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 5 બેટ્સમેનોના લિસ્ટમાં કોને સ્થાન મેળવ્યું છે.



2/6Tim Seifert

T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધી સૌથી વધુ રન ન્યુઝીલેન્ડના ટિમ સેઈફર્ટે બનાવ્યા છે. ટિમ સેઈફર્ટે 2 મેચમાં 19 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 154 રન બનાવ્યા છે. ટિમ સેઈફર્ટે 154ની એવરેજ અને 183.33ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તે હાલમાં ન્યુઝીલેન્ડ માટે ઓપનર તરીકે શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

3/6Sahibzada Farhan

તેના પછી બીજા નંબરે પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન છે. સાહિબઝાદા ફરહાને આ વર્ષના વર્લ્ડકપમાં પણ 2 મેચ રમી છે, તે મેચોમાં તેને 120 રન બનાવ્યા છે, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. ફરહાન હાલમાં 60.00ની એવરેજ અને 166.678ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તે પાકિસ્તાન માટે ઓપનર તરીકે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

4/6Rahmanullah Gurbaz

આ લિસ્ટમાં ત્રીજા નંબરે અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે પણ 100 રનનો આંકડો પાર કર્યો. રહેમાનુલ્લાહ ગુરબાઝ આ વર્ષે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 2 મેચમાં 111 રન બનાવ્યા છે. રહેમાનુલ્લાહ ગુરબાઝે 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. તેની એવરેજ 55.50 છે અને તેનો 173.44નો સ્ટ્રાઈક રેટ છે.

5/6George Munsey

આ લિસ્ટમાં સ્કોટિશ બેટ્સમેન જ્યોર્જ મુન્શી ચોથા નંબરે છે. તેને 2 મેચમાં 103 રન બનાવ્યા છે. તેને 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. સ્કોટિશ બેટ્સમેન પોતાની 2 મેચમાં 51.50ની એવરેજ અને 149.28ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

6/6Bas de Leede

નેધરલેન્ડના બેટ્સમેન બાસ ડી લીડે પણ 100 રનનો આંકડો પાર કર્યો. બાસ ડી લીડે આ વર્ષે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 2 મેચમાં 102 રન બનાવ્યા છે. બાસ ડી લીડે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. તેની એવરેજ 102.00 છે અને તેનો 139.73નો સ્ટ્રાઈક રેટ છે.

Gallery Ads