
T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થયો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમશે. જેમાં બેટર અને બોલર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ પહેલા T20 વર્લ્ડકપ નજર નાખીએ તો સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરના લિસ્ટમાં કોણ સામેલ છે. આ સિવાય ભારતીય સ્ટાર બોલર અર્શદીપ સિંહ પાસે આ વખતે . T20 વર્લ્ડકપ 2026માં ઈતિહાસ રચવાની તક છે.

T20 વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર આર અશ્વિનના નામે છે. આર અશ્વિને પોતાના કરિયરમાં 24 T20 વર્લ્ડકપ મેચ રમી હતી, જેમાં 24 ઈનિંગમાં 32 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટમાં તેને 6.49 ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા, જેની એવરેજ 17.25 છે. T20 વર્લ્ડ કપમાં બોલર તરીકે અશ્વિનનો રેકોર્ડ ઘણો સારો હતો.

આ લિસ્ટમાં બીજા નંબરે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે. અર્શદીપે અત્યાર સુધીમાં 15 T20 વર્લ્ડકપ મેચ રમી છે, જેમાં તેને 15 ઈનિંગમાં 13.41ની એવરેજથી 29 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 9 રનમાં 4 વિકેટ રહ્યું છે. આ દરમિયાન T20 વર્લ્ડકપમાં અર્શદીપે 7.20ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. અશ્વિનને પાછળ છોડી દેવા માટે તેને વધુ 4 વિકેટની જરૂર છે.

અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને 18 T20 વર્લ્ડકપ મેચોમાં 18 ઈનિંગમાં 26 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની એવરેજ 14.30 છે અને તેનો ઈકોનોમી રેટ 5.44 છે. બુમરાહનું બેસ્ટ પ્રદર્શન 7 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી વધુ વિકેટ લેવાની લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને પોતાના કરિયરમાં અત્યાર સુધી 25 T20 વર્લ્ડકપ મેચ રમી છે. આ દરમિયાન તેને 22 ઈનિંગમાં 23.08 ની એવરેજથી 24 વિકેટ લીધી છે. તેને 8.52 નો ઈકોનોમી રેટ રન આપ્યા છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 20 રનમાં 3 વિકેટ હતું.

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરમાં 30 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં 29 ઈનિંગમાં 28.86ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. તેમનું બેસ્ટ પ્રદર્શન 15 રન આપીને 3 વિકેટ હતી. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડકપમાં 7.21 ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા.