
T20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજ દરમિયાન બધી ટીમોના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. પરંતુ તમને જણાવી દઈએ કે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કયા બેટ્સમેને સૌથી લાંબા છગ્ગા ફટકાર્યા છે. ટોપ 5 બેટ્સમેનોની આ લિસ્ટમાં ફક્ત ભારતીય બેટ્સમેન જ ટોપના 2માં છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે.

આ વર્લ્ડકપમાં સૌથી લાંબી છગ્ગાનો રેકોર્ડ હાર્દિક પંડ્યાના નામે છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે ભારતની ગ્રુપ A મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ 109 મીટરનો વિશાળ છગ્ગો ફટકાર્યો હતો. તેને આ છગ્ગો 15મી ઓવરમાં ફટકાર્યો હતો જ્યારે લેફ્ટ સ્પિનર બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ વર્લ્ડકપમાં બીજી સૌથી લાંબી સિક્સર ટીમ ઈન્ડિયાના પાવર-હિટિંગ બેટ્સમેન શિવમ દુબેએ ફટકાર્યો હતો. તેને નામિબિયા સામેની મેચમાં પણ આ સિક્સર ફટકારી હતી. તેને 15મી ઓવરમાં લેફ્ટ હેન્ડના સ્પિનર બર્નાર્ડ સ્કોલ્ટ્ઝને 107 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.

સૌથી લાંબા છગ્ગા મારનારા બેટ્સમેનોના આ લિસ્ટમાં ત્રીજા નંબરે સાઉથ આફ્રિકાનો રિયાન રિકલ્ટન છે, જેને 103 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. તેને T20 વર્લ્ડકપ 2026ની 24મી મેચમાં ન્યુઝીલેન્ડ સામે આ છગ્ગો ફટકાર્યો હતો. તેને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં જેકબ ડફીના બોલ પર આ છગ્ગો ફટકાર્યો હતો. સાઉથ આફ્રિકા સુપર 8માં પહોંચવામાં સફળ રહ્યું.

આ લિસ્ટમાં ઝિમ્બાબ્વેનો રાયન બર્લ ચોથા નંબરે છે. તેને 103 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. રાયન બર્લે આ વર્લ્ડકપની 38મી મેચમાં શ્રીલંકા સામે આ છગ્ગો ફટકાર્યો હતો. તેને 11મી ઓવરમાં ડુનિથ વેલાલેજની બોલિંગમાં આ છગ્ગો ફટકાર્યો હતો. તેની શાનદાર બેટિંગે ઝિમ્બાબ્વેને મેચ જીતવામાં મદદ કરી હતી.

ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા T20 વર્લ્ડકપ 2026માં સૌથી લાંબા છગ્ગા ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં પાંચમા નંબરે છે. સિકંદર રઝાએ શ્રીલંકા સામેની મેચમાં 101 મીટરનો છગ્ગો પણ ફટકાર્યો હતો. તેને 15મી ઓવરમાં દુષણ હેમંથાના બોલ પર આ છગ્ગો ફટકાર્યો હતો. તે મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન રઝાએ શાનદાર ઈનિંગ રમી હતી અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.