
T20 વર્લ્ડકપ 2026 હાલમાં ચાલી રહ્યો છે. સુપર 8 મેચો સમાપ્ત થવાના આરે છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટોપ 5માં કોણ છે. જે ખેલાડીઓ ટોપ 5માં છે તે એકબીજાની ખૂબ નજીક છે. આગામી મેચો પછી રન મામલે આ ચિત્ર બદલાઈ જશે.

પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. સાહિબજાદા ફરહાને 6 મેચ રમી છે અને 383 રન બનાવ્યા છે, જે ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે. તેને અત્યાર સુધીમાં 37 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે.

ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટે T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીમાં 5 મેચમાં 277 રન બનાવ્યા છે. તેને 31 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. તેને ગુરુવારે ભારત સામે શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની સદીથી દૂર રહ્યો હતો.

સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે 2026 T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 6 મેચોમાં 264 રન બનાવ્યા છે. તેને 31 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ વર્લ્ડકપના સેમીફાઈનલમાં પહોંચી છે. આનો અર્થ એ થયો કે તેની પાસે વધુ રન બનાવવાની તક હશે. ટીમ 1 માર્ચે ઝિમ્બાબ્વે સામે તેની છેલ્લી સુપર 8 મેચ રમશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીમાં 7 મેચમાં 228 રન બનાવ્યા છે. તેને 20 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. તે T20 વર્લ્ડપમાં કેપ્ટન તરીકે સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરે T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીમાં 6 મેચમાં 221 રન બનાવ્યા છે. તેને 15 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા છે. તે શાનદાર બેટિંગ પણ કરી રહ્યો છે. ટીમનો અંતિમ સુપર 8 મેચ 1 માર્ચે ટીમ ઈન્ડિયા સામે છે.