રૂપરૂપનો અંબાર છે આ ક્રિકેટની પત્ની! સુંદરતા એવી કે સ્વર્ગની અપ્સરા પણ ટૂંકી પડે

ગ્લેન ફિલિપ્સ અને કેટ વિક્ટોરિયા ફિલિપ્સની બોન્ડિંગ ફેન્સમાં લોકપ્રિય છે. 2023માં લગ્ન કર્યા, કેટ ગ્લેનના ક્રિકેટ કરિયરમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રહી છે.

Glen Phillips family

1/6 Glen Phillips family

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે હાલ પાંચ મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. વનડે સિરીઝમાં 2-1થી ભારત સામે જીત બાદ ટી20 સિરીઝમાં 2-0થી ન્યુઝીલેન્ડ પાછળ છે. ત્યારે આ સિરીઝમાં સૌથી વધુ જો કોઈ ખેલાડીની ચર્ચા થઈ હોય તો, તે છે સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ. જેણે વનડે મેચમાં ભારત સામે 88 બોલમાં 106 રનની ઇનિંગ રમી હતી

2/6Glen Phillips love story

કેટ અને ગ્લેનની બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ છે. આ કપલ ઘણા વર્ષોથી સાથે છે અને સમય સાથે તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે. જેમ જેમ ગ્લેનનું ક્રિકેટ કરિયર આગળ વધ્યું, તેમ કેટે હંમેશા તેનો સાથ આપ્યો છે. કેટે ગ્લેનને ચીયર કરતી રહે છે અને તેમની સફળતાઓમાં પણ સાથે રહીને ઉજવણી કરે છે. ગ્લેનના સફળ ક્રિકેટ કરિયરનું શ્રેય તેની બેટર હાફ એટલે કે કેટ વિક્ટોરિયાને પણ જાય છે.

3/6Glen Phillips marriage

ગ્લેન અને કેટે 2021માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ એક વર્ષ પછી, ગ્લેને ન્યુઝીલેન્ડની સુંદર જગ્યા હૂકર વેલી ટ્રેક પર હાઈકિંગ દરમિયાન કેટને પ્રપોઝ કર્યું. ગ્લેન ફિલિપ્સે ઘૂંટણીએ બેસીને કેટને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. ગ્લેનના પ્રપોઝલ પર કેટનું રિએક્શન જોવા જેવું હતું. કેટે 'હા' કહીને તેમના સંબંધને નવી દિશા આપી. આ ખાસ પળની તસવીરો આ કપલે ઓગસ્ટ 2022માં પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

4/6Kate Victoria Phillips

ફેબ્રુઆરી 2023માં આ કપલ હંમેશા માટે એકબીજાના થઈ ગયા. ગ્લેન ફિલિપ્સ અને કેટે લગ્ન કરી લીધા. જીવનના આ ખાસ દિવસે ગ્લેન અને કેટના નજીકના લોકો હાજર રહ્યા હતા. બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી છે. ગ્લેન ફિલિપ્સે એક પોસ્ટમાં લખ્યું હતું, 10-02-23. અમારા સૌથી મોટા એડવેન્ચરનો પહેલો દિવસ. કેટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એ જ પોસ્ટ કરી હતી.

5/6 Glen Phillips wife

કેટ વિક્ટોરિયા ન્યુઝીલેન્ડમાં જ મોટી થઈ છે. તેમ છતાં, તેના શરૂઆતના શિક્ષણ અને વ્યક્તિગત જીવન વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ તેને હંમેશા આર્ટમાં રસ રહ્યો છે. સ્કૂલના દિવસોમાં તેમણે આ રસને આગળ વધાર્યો હતો. તેમની ક્રિએટિવ વિચારધારા અને જીવનને ખુલ્લેઆમ જીવવાની રીત તેમના અને ગ્લેનના સંબંધને મજબૂત બનાવે છે. કેટે સોશિયલ મીડિયા અને ઇવેન્ટ કો-ઓર્ડિનેશન જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેને ફેશન, ફિટનેસ અને હેલ્થમાં ખાસ રસ છે.

6/6 Glen Phillips family

કેટ વિક્ટોરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે માત્ર પોતાની વ્યક્તિગત બાબતો જ નહીં, પણ કપલ તરીકેની ખાસ પળો પણ શેર કરે છે. પોતાની પોસ્ટ્સ દ્વારા તે ફેન્સને પોતાની ડેલી લાઇફની ઝલક બતાવે છે, જેમાં તેના એડવેન્ચર્સ, સાથે કરેલા શોખ અને ખાસ પ્રસંગો સામેલ હોય છે.

Gallery Ads