
IPL 2026 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેમાં રોમાંચક મેચની સિરીઝ રજૂ કરવામાં આવી રહી છે. IPL જેવી ઉચ્ચ દબાણવાળી લીગમાં ઈનિંગ ખોલવી પડકારજનક અને નિર્ણાયક બંને છે. પાવરપ્લેનો લાભ ઉઠાવીને ટીમને મજબૂત શરૂઆત આપવી એ કોઈપણ ટીમની જીતનો પાયો નાખે છે. તમને જણાવી દઈએ કે IPL ઈતિહાસમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનોની શોધ કરીએ.

શિખર ધવન IPLના ઈતિહાસમાં સૌથી સફળ ઓપનર છે. તેને દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ જેવી ટીમો માટે ઈનિંગ ઓપનિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. શિખર ધવને અત્યાર સુધીમાં 202 IPL મેચ રમી છે, જેમાં 35.54 ની એવરેજ અને 128.11 ના સ્ટ્રાઈક રેટથી 6362 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વોર્નર IPL ઈતિહાસમાં સૌથી સફળ વિદેશી ખેલાડી અને ઓપનિંગ બેટ્સમેન છે. વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદને ટાઈટલ જીત અપાવવામાં પણ મદદ કરી છે. ઓપનર તરીકે તેને 163 IPL મેચોમાં 5910 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ તેના કરિયરના મોટાભાગના સમય માટે નંબર 3 પર બેટિંગ કરી છે, પરંતુ છેલ્લી કેટલાક સીઝનમાં તે નિયમિતપણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ઈનિંગ ઓપનિંગ કરી રહ્યો છે. 2016 સીઝનમાં તેને ઓપનર તરીકે 973 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 128 IPL મેચોમાં ઓપનર તરીકે 5009 રન બનાવ્યા છે.

'યુનિવર્સ બોસ' ક્રિસ ગેઈલ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. ગેઈલે 123 મેચોમાં 41.86ની એવરેજ અને 151.4ના સ્ટ્રાઈક રેટથી 4480 રન બનાવ્યા છે. ગેઈલના નામે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (175*)નો રેકોર્ડ છે, જે તેને ઓપનિંગ બેટિંગ કરતી વખતે હાંસલ કર્યો હતો.

સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને હવે દિલ્હી કેપિટલ્સ માટે રમતા તેને ઓપનર તરીકે 103 મેચમાં 49.64ની એવરેજ અને 138.14ના સ્ટ્રાઇક રેટથી 4418 રન બનાવ્યા છે.