
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છવાઈ ગયેલી 20 વર્ષની ભારતીય મહિલા ક્રિકેટર વૈષ્ણવી શર્માએ તેના પ્રદર્શનથી ચોંકાવી દીધા હતા. જોકે, આમ છતાં જ્યારે WPL ઓક્શન શરુ થયું ત્યારે કોઈ ટીમે તેનામાં રસ દર્શાવ્યો નહોતો, પરંતુ તેની પ્રતિભા એવી હતી કે તે છૂપી રહી શકે તેમ નહોતી, આવામાં તેની પ્રતિભાને આખરે તક મળી છે અને તક મળતા જ તે છવાઈ ગઈ છે. વૈષ્ણવી શર્માને WPLમાં બેકડોર એન્ટ્રી મળી ગઈ છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છવાઈ ગયેલી 20 વર્ષની ભારતીય મહિલા ક્રિકેટર વૈષ્ણવી શર્માએ તેના પ્રદર્શનથી ચોંકાવી દીધા હતા. જોકે, આમ છતાં જ્યારે WPL ઓક્શન શરુ થયું ત્યારે કોઈ ટીમે તેનામાં રસ દર્શાવ્યો નહોતો, પરંતુ તેની પ્રતિભા એવી હતી કે તે છૂપી રહી શકે તેમ નહોતી, આવામાં તેની પ્રતિભાને આખરે તક મળી છે અને તક મળતા જ તે છવાઈ ગઈ છે. વૈષ્ણવી શર્માને WPLમાં બેકડોર એન્ટ્રી મળી ગઈ છે. જ્યારે તે WPLની હરાજીમાં કોઈ ટીમ દ્વારા પસંદ નહોતી કરાઈ ત્યારે સૌ કોઈને આશ્ચર્ય થયું હતું, કારણ કે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવી તે પહેલા પણ તેને પોતાની ટીમ તરફથી મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, હવે તેને WPLમાં એન્ટ્રી મળી છે ત્યારે તે આ વખતની સ્ટાર ખેલાડીના રૂપમાં આગળ આવશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

WPL હરાજીમાં વેચાયા વિના રહી ગયા બાદ, વૈષ્ણવી શર્માને આખરે મહિલા પ્રીમિયર લીગમાં તક મળી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે તેને ₹30 લાખની બેઝ પ્રાઈસ પર સાઇન કરી લીધી છે. વૈષ્ણવીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન જી કમલિનીની જગ્યાએ સમાવવામાં આવી છે. કમલિનીને ઈજાને કારણે મહિલા પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગઈ છે. તેની જગ્યા ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્મા ફ્રેન્ચાઇઝીમાં જોડાઈ છે. તેણીને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ₹30 લાખ પગાર મળશે. તેણીને મહિલા પ્રીમિયર લીગ 2026 ની હરાજીમાં સૂચિબદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તેના માટે કોઈ ફ્રેન્ચાઇઝ બોલી લાગી ન હતી.

WPL 2026માં વૈભવી શર્માની શરૂઆત દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ મેચમાં થઈ હતી. તેણે પ્રભાવ પાડ્યો અને પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી. ચાહકો અને કોમેન્ટેટર્સે તેણીની બોલિંગની પ્રશંસા કરી છે - "impact in her very first over" જેવી પોસ્ટ્સ વાયરલ થઈ છે.

હાલમાં WPLની 2026ની સિઝન ચાલી રહી છે, અને વૈષ્ણવી MI માટે રમી રહી છે. તે હરમનપ્રીત કૌર (MI કેપ્ટન)ની આગેવાની હેઠળ રમે છે, વૈષ્ણવીને હરમનની કેપ્ટનશીપમાં ભારત તરફથી રમવાનો પણ મોકો મળી ચૂક્યો છે. તે એક ઉભરતી પ્રતિભા છે અને WPLમાં તેનું પ્રદર્શન ચાહકો માટે રોમાંચક રહ્યું છે.

20 વર્ષીય વૈષ્ણવીએ ગયા મહિને જ ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકા સામેની પાંચ મેચની શ્રેણીમાં તેણીએ માત્ર 6.26ના ઇકોનોમી રેટ સાથે પાંચ વિકેટ લીધી હતી.