વિજય હજારે ટ્રોફીમાં વિસ્ફોટક બેટિંગથી બેવડી સદી ફટકારનાર અમેરિકામાં જન્મેલા અમન રાવ કોણ છે?

અમેરિકામાં જન્મેલા અમન રાવે વિજય હજારે ટ્રોફીમાં ધુઆંધાર પ્રદર્શન કરી ક્રિકેટ ચાહકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. હૈદરાબાદના આ યુવા બેટ્સમેને 6 જાન્યુઆરીના રોજ વિજય હજારે ટ્રોફીમાં પોતાની બેવડી સદી ફટકારીને હંગામો મચાવ્યો હતો.

વિજય હજારે ટ્રોફી શાનદાર પ્રદર્શન

1/6વિજય હજારે ટ્રોફીમાં અમન રાવનું શાનદાર પ્રદર્શન

ભારતીય ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી ઘણા યુવા ખેલાડીઓએ ધ્યાન ખેંચ્યું છે. આવું જ એક નામ હાલમાં ક્રિકેટ વર્તુળોમાં ગુંજી રહ્યું છે. આ 21 વર્ષીય બેટ્સમેને વિજય હજારે ટ્રોફીમાં વિસ્ફોટક બેટિંગ કરી પોતાની ક્ષમતા બતાવી છે. અમે વાત કરી રહ્યા છીએ અમન રાવ પેરાલા વિશે. અમેરિકામાં જન્મેલા અમન રાવે વિજય હજારે ટ્રોફીમાં ધુઆંધાર પ્રદર્શન કરી ક્રિકેટ ચાહકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું.

2/6ક્રિકેટર અમન રાવ

વિજય હજારે ટ્રોફીમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરી વિવેચકોને ચૂપ કરી દીધા. ગઈકાલ 6 જાન્યુઆરીનો દિવસે અમેરિકામાં જન્મેલ ખેલાડી અમન વર્માએ હૈદરાબાદ સામે ધુઆંધાર પ્રદર્શન કર્યું. અમન એક શાનદાર છગ્ગા સાથે 200 રનનો આંકડો પાર કરી ગયો.

3/6અમેરિકામાં જન્મેલ અમનરાવ

અમન બંગાળ સામે અણનમ 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અને હૈદરાબાદને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું. માત્ર 21 વર્ષના અમન રાવે 154 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી, જેમાં 12 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે.

4/6અમનરાવનું પરફોર્મન્સ

વિજય હજારે ટ્રોફી 2025-26માં હૈદરાબાદ માટે શાનદાર બેવડી સદી ફટકારીને અમન રાવની પ્રતિભા ખરેખર પ્રગટ થઈ. એક એવી સ્પર્ધામાં જ્યાં દબાણ ચરમસીમાએ હોય છે, ત્યાં અમને પોતાની સ્ટ્રોક મેકિંગ અને ધીરજ સાબિત કરી.

5/6અમનનું જબરજસ્ત પરફોર્મન્સ

અમનનો જન્મ 2 જૂન, 2004 ના રોજ અમેરિકાના વિસ્કોન્સિનના મેડિસનમાં થયો હતો, પરંતુ તેણે પોતાના ક્રિકેટના સપનાઓને સાકાર કરવા માટે હૈદરાબાદ પસંદ કર્યું. T20 ક્રિકેટમાં 160 થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે, અમને પોતાને એક મજબૂત ટોપ-ઓર્ડર બેટ્સમેન તરીકે સ્થાપિત કર્યો છે. અમને અંડર-23 સ્ટેટ ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું,

6/6અમન રાવ

આ મજબૂત ફોર્મનો તેને IPL 2026 ની હરાજીમાં ફાયદો થયો. તાજેતરમાં IPL 2026 ની હરાજીમાં, રાજસ્થાન રોયલ્સે અમન રાવને તેની બેઝ પ્રાઈસ ₹30 લાખ પર પોતાની ટીમમાં સામેલ કર્યો. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ રાજસ્થાનનું એક વ્યૂહાત્મક પગલું છે.

Gallery Ads