
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પર સતત બીજી વાર કબજો કર્યો છે. આખી દુનિયાના ક્રિકેટ ફેન્સ ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. જો કે આ યાદીમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનું નામ ગાયબ હતું. ન તો તેણે કોઈ પોસ્ટ કરી કે ના તેની ભાભી પંખુડી ટૂર્નામેન્ટ દરમિયાન ક્યાંય જોવા મળી

ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પર સતત બીજી વાર કબજો કર્યો છે. આખી દુનિયાના ક્રિકેટ ફેન્સ ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. જો કે આ યાદીમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનું નામ ગાયબ હતું. ન તો તેણે કોઈ પોસ્ટ કરી કે ના તેની ભાભી પંખુડી ટૂર્નામેન્ટ દરમિયાન ક્યાંય જોવા મળી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતને ફાઇનલમાં 20 ઓવરમાં 255 રન બનાવ્યા હતા. જ્યારે કિવી ટીમને 159 રને ઓલઆઉટ કરી ભારત ત્રીજી વાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

આ જીત સાથે ભારતે ઇતિહાસ રચી દીધો. ભારત T20 વર્લ્ડ કપને સફળતાથી ડિફેન્ડ કરનાર પહેલી ટીમ બની ગઈ છે. સતત બે વાર ખિતાબ જીતનાર પહેલી ટીમ બની અને ઘરઆંગણે ટૂર્નામેન્ટ જીતનાર પણ પહેલી ટીમ બની. ઉજવણી વચ્ચે સૌની નજર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા ચર્ચામાં રહી. ટૂર્નામેન્ટ દરમિયાન તે દરેક જગ્યાએ સાથે જોવા મળી પરંતુ તેનો ભાઈ કૃણાલ અને ભાભી પંખુડી ક્યાંય જોવા મળ્યાં નહીં.

એવી અફવાઓ ફેલાઈ રહી છે કે, પંડ્યા બ્રધર્સ, એટલે કે હાર્દિક અને કૃણાલ વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી. બંને ભાઈઓએ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સાથે રમવાનું શરૂ કર્યું હતું. 2016થી 2021 વચ્ચે ટીમને ત્રણ વખત IPL ટાઇટલ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટીમથી અલગ થયા પછી હાર્દિક અને કૃણાલે અલગ-અલગ ટીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હાલ હાર્દિક ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે છે, જ્યારે કૃણાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ છે.

બંને ભાઈઓના સંબંધમાં તણાવની વાતો ત્યારે સામે આવી, જ્યારે કૃણાલ અને તેમની પત્ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં જોવા મળ્યા નહોતા. ભાઈની મોટી સફળતા પછી પણ કૃણાલે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નહોતી. લોકો પૂછવા લાગ્યા કે હંમેશા ભાઈ સાથે ઊભા રહેતા કૃણાલ ક્યાં છે? તેણે કોઈ પોસ્ટ કેમ નથી કરી અને ભાઈ સાથે ખુશીના સમયે કેમ સાથે જોવા મળ્યો નહીં.

લોકોએ એ પણ નોંધ્યું કે કૃણાલે પોતાના નાના ભાઈને સોશિયલ મીડિયા પર કોઈ શુભેચ્છા સંદેશ આપ્યો નથી. આથી, બંને વચ્ચે અણબનાવ હોવાની અફવાઓને વધુ વેગ મળ્યો. સૂત્રો મુજબ, બંને વચ્ચે મતભેદ ત્યારે શરૂ થયા જ્યારે હાર્દિક અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે સંબંધનો અંત આવ્યો. તલાક પછી કૃણાલ અને તેમની પત્ની હાર્દિકની પૂર્વ પત્ની અને પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળ્યા, જેના કારણે પરિવારમાં વિવાદ વધ્યાના સમાચારો સામે આવ્યા.