વિમ્બલ્ડન 2025નું આયોજન 30 જૂનથી થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા-મોટા સેલિબ્રિટી આ ટેનિસ ટુર્નામેન્ટ જોવા પહોંચ્યા હતા. વિમ્બલ્ડનની મેચ જોવા માટે મોટા-મોટા સેલિબ્રિટી જાય છે તેના મુખ્ય બે કારણ છે. જાણો શું છે કારણ?

મળતી માહિતી મુજબ, વિમ્બલ્ડન દ્વારા તે પોતે જ ઘણા બધા સેલિબ્રિટીને આમંત્રણ આપે છે કે તે આવીને મેચનો આનંદ માણી શકે. વિમ્બલ્ડન દ્વારા આ આમંત્રણ સેલિબ્રિટીને રોયલ બોક્સમાં બેસીને મેચ જોવા મળે છે.

રોયલ બોક્સ વિમ્બલ્ડનએ લગભગ 100 વર્ષ જૂનું છે. આ બોક્સમાં 74 સીટ છે. તેની શરૂઆત વર્ષ 1922માં થઈ હતી. રોયલ બોક્સમાં બેસવા પર કડક નિયમો પણ છે. પુરુષ ને શૂટ કે જેકેટ અને ટાઈ પહેરવી જરૂરી છે. તેમજ મહિલાઓને ટોપી પહેરવા પર પ્રતિબંધ છે.

રોયલ બોક્સનનું આમંત્રણ ઓલ ઈંગ્લેન્ડ ક્લબના ચેયર દ્વાર્ કરવામાં આવે છે. ઘણા વર્ષોથી વિરાટ કોહલી, સચિન તેંડુલકર, બ્રાયન લારા જેવા મોટા દિગ્ગજ ક્રિકેટર્સને વિમ્બલ્ડન દ્વારા આમંત્રણ મળ્યું છે.

વિમ્બલ્ડન જે સેલિબ્રિટીને રોયલ બોક્સ પર બેસાડી મેચ જોવા માટે બોલાવે છે તેઓને મેચ પુરી થયા પછી ચા, લંચ અને ડ્રિંક્સ માટે પણ ઈન્વાઈટ કરવામાં આવે છે. ઘણા સેલિબ્રિટી એવા પણ હોય છે જે વગર આમંત્રણે પૈસી ખર્ચીને મેચ જોવા આવે છે.

વિમ્બલ્ડન દુનિયાનું સૌથી જૂનું ટેનિસ ટુર્નામેન્ટ છે. તેની શરૂઆત વર્ષ 1877માં થઈ હતી, તેનું દર વર્ષે લંડનમાં ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોકેટ ક્લબમાં આયોજન કરવામાં આવે છે.