National Sports Day શા માટે ઉજવવામાં આવે છે? વર્ષ 2025 માટે કઈ થીમ રાખવામાં આવી છે? જાણો તમામ માહિતી

વડીલો નાનપણથી જ આપણને એક શીખ સતત આપતા રહ્યા છે કે ભણવાની જગ્યાએ જો રમત ગમતમાં ધ્યાન આપ્યું તો હેરાન થશો, પરંતુ હવે એ વ્યાખ્યા ખૂબ જૂની થઈ ગઈ છે. આપણો દેશ અને દેશના ખેલાડીઓ રમત ગમતમાં આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે, ત્યારે વર્ષ 2025 માટે National Sports Day પર કઈ થીમ રાખવામાં આવી છે અને National Sports Day શા માટે ઉજવવામાં આવે છે એ વિશે જાણીએ. 


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સની રાજા

1/6

વડીલો નાનપણથી જ આપણને એક શીખ સતત આપતા રહ્યા છે કે ભણવાની જગ્યાએ જો રમત ગમતમાં ધ્યાન આપ્યું તો હેરાન થશો, પરંતુ હવે એ વ્યાખ્યા ખૂબ જૂની થઈ ગઈ છે. આપણો દેશ અને દેશના ખેલાડીઓ રમત ગમતમાં આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે, ત્યારે વર્ષ 2025 માટે National Sports Day પર કઈ થીમ રાખવામાં આવી છે અને National Sports Day શા માટે ઉજવવામાં આવે છે એ વિશે જાણીએ. 


2/6

ભારતમાં દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે યુવાનોમાં રમતગમતની ભાવના જગાડવા માટે દેશભરમાં રામતગમતને લગતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, અને યુવાઓને રમત પ્રત્યે જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવે છે.

3/6

હોકીના જાદુગર કહેવાતા એવા દેશના પનોતા પુત્ર અને દિગ્ગજ ખેલાડી એવા મેજર ધ્યાનચંદની ગણતરી વિશ્વના મહાન હોકી ખેલાડીઓમાં થાય છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905 ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેમણે એકલા હાથે ભારતીય હોકી ટીમને ઘણી મેચોમાં વિજય અપાવ્યો હતો અને તેઓ આંખના પલકારામાં ગોલ કરી દેતા હતા.

4/6

એક સમય હતો જ્યારે વિશ્વ ઓલિમ્પિક્સમાં હોકી શ્રેણીમાં ભારતીય ટીમનો ડંકો વાગતો હતો. 1928 થી 1936 સુધી, ભારતીય હોકી ટીમનો ઓલિમ્પિક્સમાં સુવર્ણ કાળ રહ્યો, જ્યારે ટીમે સતત ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા. આ પછી પણ, ભારતનો વિજય રથ ચાલુ રહ્યો. આવનારા ખેલાડીઓએ તેમના વારસાને આગળ ધપાવ્યો અને ભારતીય હોકી ટીમે 1948 , 1952 અને 1956માં ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા.

5/6

ભારત સરકારના રમત ગમત મંત્રાલય તરફથી મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસની જાહેરાત વર્ષ 2012થી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર કરવામાં આવી હતી. ત્યારબાદ 2019માં આ દિવસે ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે ભારતની ફિટનેસ અને રમતગમત યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું હતું.

6/6

વર્ષ 2025 માટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી માટેની થીમ જે રમતગમત મંત્રાલયે જાહેરાત કરી છે તે મુજબ 'એક ઘંટા, ખેલ કે મેદાન મેં' રાષ્ટ્રીય અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ થિમનો ઉદ્દેશ્ય નાગરિકોને દરરોજ તેમની શારીરિક પ્રવૃત્તિઓ માટે ઓછામાં ઓછો 60 મિનિટનો સમય આપવાનો છે.

Gallery Ads