
ઉત્તર બંગાળમાં 4-5 ઑક્ટોબરની ભારે વરસાદથી પૂર અને 100થી વધુ ભૂસ્ખલન થયા છે, જેમાં 23 લોકોના મોત થયા છે. સિક્કિમનો રસ્તો તૂટી ગયો છે. દાર્જિલિંગ અને જલપાઇગુડી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. આ ભારે વરસાદ પાછળનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેમાં સૌથી વધુ ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખેતીને પહોંચ્યુ સૌથી વધુ નુકસાન. આ અચાનક થયેલો વરસાદ કોઈ સહેજ સંયોગ નથી, પરંતુ આ હવામાનની કુદરતી પ્રક્રિયા છે. IMD અનુસાર, બંગાળની ખાડીમાંલો પ્રેશર સિસ્ટમ સર્જાવાથી ભારે વરસાદ વરસ્યો.

આ વરસાદ ખેડૂતોએ કાપણ માટે તૈયાર કરી રાખેલા ખરીફ પાકો માટે ખુબજ નુકસાનકારક રહ્યો . ઑક્ટોબરનો સમય એટલે કે ધાન, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ જેવા પાકો કાપવાની તૈયારીમાં હોય છે. સામાન્યથી વધુ થયેલા વરસાદના કારણે પાક બરબાદ થઈ રહ્યો છે. વરસાદની તબાહી વચ્ચે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો.

પર્યાવરણવિદોનું કહેવું છે કે દાર્જિલિંગમાં અજાણતા શહેર વિકાસ અને ઝરણાઓને બંધ કરવાથી નુકસાન વધારે થયું છે. આવતા કેટલાક દિવસોમાં હજુ પણ કૂચબિહાર અને અલીપુરદ્વારમાં 200 મિ.મી.થી વધુ, જ્યારે દાર્જિલિંગ-જલપાઇગુડીમાં 70-200 મિ.મી. વરસાદની શક્યતા છે.

ભારે વરસાદને કારણે દાર્જિલિંગ અને કાલિમ્પોંગ જિલ્લામાં પુલ તૂટવાની, ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 23 લોકોના મોત નીપજ્યા છે. બંગાળ, બિહારથી લઇને નેપાળમાં વરસાદે મચાવી તબાહી.

વરસાદને પગલે મિરિક અને સુકિયા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર સતત ભૂસ્ખલનની ઘટના ઘટવા પામી છે. પ્રશાસને હજુ પણ લોકોને સતર્ક રહેવાની આપી સલાહ.