Smartphoneની આ ચાર્જિંગ ટ્રિકથી તમારા ફોનને કરો મિનિટોમાં ફુલ ચાર્જ

આજના સમયમાં, દરેક વ્યક્તિનું જીવન તેમના સ્માર્ટફોન સાથે જોડાયેલું છે, કામ માટે હોય, અભ્યાસ માટે હોય કે મનોરંજન માટે સ્માર્ટફોન વગર વ્યક્તિને સેજ પણ ચાલતું નથી.

સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

1/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

આધુનિક સમયની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ છે સ્માર્ટફોનની સડસડાટ ઊતરતી બેટરી. આજના ફોટો લેખમાં જાણીએ કે ફોનને કઈ રીતે મિનિટોમાં ફુલ ચાર્જ કરી શકાય છે. 

2/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

જ્યારે પણ તમારા સ્માર્ટફોનને ચાર્જિંગમ રાખો છો ત્યારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે ક્યારેય પણ ફોનને ચાર્જ કરવા માટે અન્ય કોઈ બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં. આ આદત માત્ર ચાર્જિંગ ધીમું કરતું નથી પણ ફોનની બેટરી લાઇફ પણ ઘટાડી શકે છે.

3/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

હંમેશા સ્માર્ટફોન સાથે આવેલા મૂળ એડેપ્ટર અને કેબલનો ઉપયોગ કરો જેથી સ્માર્ટફોનને ચાર્જ થવામાં કોઈ સમસ્યા ન થાય અને સાથે સાથે ફોનને નુકસાન થવાની શક્યતાઓ પણ ઓછી રહે જેનાથી સ્માર્ટફોનનું આયુષ્ય પણ વધે છે.

4/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

જ્યારે તમે ફોનને ચાર્જ કરતી વખતે એરોપ્લેન મોડ ચાલુ કરો છો, ત્યારે મોબાઇલમાં નેટવર્ક, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ જેવી સેવાઓ બંધ થઈ જાય છે. આ ટ્રિક ફોનની બેટરી પરનો ભાર ઘટાડે છે અને તેને ઝડપી ચાર્જ કરે છે. અસંખ્ય પરીક્ષણોએ સાબિત કર્યું છે કે એરપ્લેન મોડમાં ચાર્જિંગ સ્પીડ લગભગ 20-25% વધે છે.

5/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

ગરમી બેટરીનો મુખ્ય દુશ્મન છે. જો તમારો ફોન ગરમ વાતાવરણમાં ચાર્જ થઈ રહ્યો હોય, તો તેની ચાર્જિંગ સ્પીડ આપમેળે ઘટી જશે. તેથી, તમારા ફોનને ઠંડા અને સારી રીતે વેન્ટિલેટેડ વિસ્તારમાં ચાર્જ કરવાનો પ્રયાસ કરો.

6/6સ્માર્ટફોન બનશે વધુ સ્માર્ટ

મોબાઇલના બેકગ્રાઉન્ડમાં સતત ચાલતી અન્ય એપ્લિકેશનના કારણે ફોનની બેટરી ખતમ થઈ જાય છે.ફોનને ચાર્જ કરતી વખતે બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ કરવાથી પાવર વપરાશ ઓછો થશે અને ચાર્જિંગ સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે.

Gallery Ads