ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મોડલ, જુઓ Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકારે વડનગરને એક એવા મોડલ તરીકે વિકસાવ્યું છે

વડનગરનો કાયાકલ્પ

1/6vadanager photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકારે વડનગરને એક એવા મોડલ તરીકે વિકસાવ્યું છે જ્યાં 2500 વર્ષ જૂનો ઇતિહાસ અને ૨૧મી સદીની આધુનિક સુવિધાઓ એકસાથે જોવા મળે છે. વડનગર આજે માત્ર એક શહેર નથી, પરંતુ પુરાતત્વ, સંસ્કૃતિ અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ બની ગયું છે.

2/6vadanager photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકારે વડનગરને એક એવા મોડલ તરીકે વિકસાવ્યું છે જ્યાં 2500 વર્ષ જૂનો ઇતિહાસ અને ૨૧મી સદીની આધુનિક સુવિધાઓ એકસાથે જોવા મળે છે. વડનગર આજે માત્ર એક શહેર નથી, પરંતુ પુરાતત્વ, સંસ્કૃતિ અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ બની ગયું છે.

3/6vadanager photos

વડનગરના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રાખવા માટે ₹300 કરોડના ખર્ચે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભારતનું પ્રથમ એવું મ્યુઝિયમ છે જ્યાં ખોદકામ દરમિયાન મળી આવેલી 5000 થી વધુ કલાકૃતિઓને 9 અલગ-અલગ થીમેટિક ગેલેરીમાં પ્રદર્શિત કરાઈ છે.

4/6vadanager photos

વડનગરમાં ₹15 કરોડના ખર્ચે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગૌશાળા માત્ર પશુ સંરક્ષણનું કેન્દ્ર જ નહીં, પરંતુ ‘રૂરલ ઇનોવેશન હબ’ તરીકે ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ બનશે. આ ઉપરાંત, પર્યાવરણના જતન માટે શહેરના ૪૦ થી વધુ તળાવોને પરસ્પર જોડીને વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થા (ગ્રેવિટી ફ્લો સિસ્ટમ) અમલમાં મૂકવામાં આવી છે.

5/6vadanager photos

બીજી તરફ, વડાપ્રધાનની પ્રાથમિક શાળાને 'પ્રેરણા સંકુલ' તરીકે વિકસાવવામાં આવી છે, જે વિશ્વનું પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર બન્યું છે. રમતગમત ક્ષેત્રે પણ વડનગર પાછળ નથી, અહીં આધુનિક સુવિધાઓ અને હોસ્ટેલ ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત કરવામાં આવ્યું છે.

6/6vadanager photos

કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી સ્મારક અને બૌદ્ધ મઠ જેવા ઐતિહાસિક સ્થળોના વૈજ્ઞાનિક પુનઃસ્થાપનથી વડનગરની રોનક બદલાઈ ગઈ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મેળવવા માટે પણ વડનગર સક્રિયપણે આગળ વધી રહ્યું છે. શહેરની કાયાપલટ કરવા માટે ઓવરહેડ વીજ લાઈનોને હટાવીને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે અને સમગ્ર શહેરને સોલાર ઊર્જા તરફ વાળવા માટે સોલરાઇઝેશન પ્રોજેક્ટ પણ ગતિમાં છે.

Gallery Ads