Valentine Day : પ્રેમની લાગણી વ્યક્ત કરો, ખાસ અંદાજમાં વેલેન્ટાઈન વીકની કરો ઉજવણી

વેલેન્ટાઈન ડે નહી પરંતુ વેલેન્ટાઈન વીકની ઉજવણીની શરૂઆત થઈ છે. જાણો વેલેન્ટાઈન વીકમાં કયા દિવસે ખાસ દિવસની કેવી રીતે ઉજવણી થાય છે.

વેલેન્ટાઈન વીકની ઉજવણી

1/1014 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન

વેલેન્ટાઈન ડે એ માત્ર મોંઘી ગિફ્ટ આપવાનો દિવસ નથી, પરંતુ તમારા પ્રિય પાત્રને તમે કેટલી કદર કરો છો તે બતાવવાનો દિવસ છે. તમે તમારા ખાસ વ્યક્તિ માટે કોઈ રોમેન્ટિક મેસેજ અથવા ગિફ્ટ આપી પોતાના પ્રેમ પ્રદર્શિત કરી શકો છો. લોકો પોતાના પાર્ટનર કે પ્રિયજનને ગિફ્ટ, ફૂલો અને કાર્ડ્સ આપે છે. છેલ્લા કેટલાક સમયથી વેલેન્ટાઈન ડે નહી પરંતુ વેલેન્ટાઈન વીકની ઉજવણીની શરૂઆત થઈ છે. વેલેન્ટાઈન ડે પહેલાં આખું અઠવાડિયું અલગ-અલગ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જાણો વેલેન્ટાઈન વીકમાં કયા દિવસે ખાસ દિવસની કેવી રીતે ઉજવણી થાય છે.

2/10પ્રોમિસ ડે

પ્રેમની લાગણી વ્યક્ત કરી લોકો વેલેન્ટાઈન ડે નું જુદી-જુદી રીતે સેલિબ્રેશન કરે છે. આ દિવસની કપલ આતુરતાથી રાહ જુએ છે. વેલેન્ટાઈન વીકમાં લોકો પોતાના પાર્ટનર કે પ્રિયજન સાથે ખાસ અંદાજમાં ઉજવણી કરે છે.

3/10પ્રપોઝ ડે

વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડે (Rose Day) પર ગુલાબ આપીને મિત્રતા કે પ્રેમની શરૂઆત કરવામાં આવે છે.

4/10વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન

8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે (Propose Day) મનની વાત કહેવાનો દિવસ છે. એવું કહેવાય છે કે મિત્રતા કે પ્રેમની શરૂઆત કરવા આ દિવસ ખાસ છે.

5/10વેલેન્ટાઈન ડે ઉજવણી

9 ફેબ્રુઆરી ચોકલેટ ડે (Chocolate Day) ખાસ દિવસ છે જયાં મીઠાશ ઉમેરી સંબંધ મધુર બનાવવામાં આવે છે. ફ્રેન્ડ હોય કે પછી પાટર્નસ ચોકલેટ આપી લાગણી વ્યકત કરે છે.

6/10કિસ ડે

10 ફેબ્રુઆરી ટેડી ડે (Teddy Day) આ દિવસે સોફ્ટ ટોય આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. ટેડીની જેમ હાર્ટ પણ વધુ કોમળ હોય છે તે પ્રદર્શિત કરે છે.

7/10હગ ડે

11 ફેબ્રુઆરી પ્રોમિસ ડે (Promise Day) આ દિવસે કયુટ કપલ પોતાના સંબંધ વધુ ગાઢ બનાવે છે. પ્રોમિસ ડે પર દરેક સંજોગોમાં સાથ નિભાવવાનું વચન એકબીજાને આપે છે.

8/10વેલેન્ટાઈન ડે

12 ફેબ્રુઆરી હગ ડે (Hug Day) આ દિવસ જાદુની ઝપ્પી સાથે સ્નેહ વ્યક્ત કરે છે કયુટ કપલ. કપલ અને દંપતી આ દિવસે એકબીજાને વધુ ઓળખવાો પ્રયાસ કરે છે.

9/10ટેડી ડે

13 ફેબ્રુઆરી કિસ ડે (Kiss Day) આ દિવસે ખાસ અંદાજમાં લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પાર્ટનરને કિસ કરી પ્રેમના સંબંધને વધુ ગાઢ બનાવે છે.

10/10ચોકલેટ ડે

14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (Valentine's Day) પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો મુખ્ય ઉજવણીનો દિવસ. આ દિવસે કપલ એકબીજા પ્રત્યે પોતાના પ્રેમ વ્યક્ત કરી પ્રેમ સંબંધ પર મહોર લગાવે છે.

Gallery Ads