Valsad જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 75,000 હેકટરમાં નુકસાન થયું છે ત્યારે અનેક જગ્યાએ વરવા દ્રશ્યો સામે આવ્યા છે

કમોસમી વરસાદ

1/7Valsad Unseasonal Rain

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 75,000 હેકટરમાં નુકસાન થયું છે ત્યારે અનેક જગ્યાએ વરવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ ધારાસભ્યો પણ અને સાંસદે પણ સરકારની ખેડૂતોને વળતર મળે તે માટે પત્ર લખીને માંગ કરીએ છે.

2/7Valsad

કમોસમી વરસાદે વલસાડ જિલ્લામાં પણ કહેર વર્તાવ્યો હતો અને સતત ચાર દિવસ સુધી વરસેલા વરસાદને કારણે જિલ્લામાં ખેતીના ઉભા પાકોને વ્યાપક નુકસાન થયું છે .આથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લાનો મુખ્ય પાક ડાંગર તૈયાર થઈ ઉભો હતો અને પાક લેવાની તૈયારી હતી ત્યારે જ સતત ચાર દિવસ સુધી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ડાંગરનો તૈયાર પાક પલળી ગયો હતો આથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

3/7Valsad Unseasonal Rain

મોંઘા ભાવના બિયારણ દવા અને મજૂરી પાછળ પણ ખર્ચ કર્યા બાદ પાક લેવાની તૈયારી હતી એ વખતે જ કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે . વલસાડ જિલ્લા ખેડૂત સંઘે જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે.

4/7Valsad Rain

વલસાડ જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં આવેલા ફેરફારને કારણે ખેતીના પાકોને થતા નુકસાન અંગે કૃષિ તજજ્ઞ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે વીતેલા વર્ષમાં અનેક વખત કમોસમી વરસાદ થયો હતો .આથી વલસાડ જિલ્લાના ખેડૂતોએ કેરીના પાકમાં વ્યાપક નુકસાન વેઠવું પડ્યું હતું

5/7Valsad Farmers

આ સાથે જ ચીકુના પાકમાં પણ ખેડૂતો નુકસાની સહન કરી ચૂક્યા છે. અને હવે મુખ્ય પાક ડાંગર લેવાનો સમય હતો. એવા સમયે જ કમોસમી વરસાદે વરસાવેલા કહેરને કારણે જિલ્લાના ખેડૂતોએ દેવામાં જ ડૂબવાનો વારો આવ્યો છે. હવે આ વરસાદને કારણે આગામી પાકોમાં પણ જીવાત અને પાકમાં રોગોનો તો ઉપદ્ર વધશે આથી ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને દવાનો છંટકાવ કરવો પડશે તો તેવું તજજ્ઞો માની રહ્યા છે..

6/7Valsad Vegetable Farmers

મોંઘા ભાવના બિયારણ દવા અને મજૂરી પાછળ પણ ખર્ચ કર્યા બાદ પાક લેવાની તૈયારી હતી એ વખતે જ કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આથી વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ ,વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી વલસાડ જિલ્લા માટે સહાય પેકેજની માંગ કરી છે.

7/7Valsad Crop Damage

હાલ કમોસમી વરસાદના કારણે જિલ્લા ના ડાંગર અને લીલા શાકભાજી ના ખેડૂતોએ રાતાપાણી એ રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર તેમની સહાય કરે તેવી માંગને લઈને રાજકારણ પણ ગરમાયું છે..

Gallery Ads