
CSKમાં 12 સીઝન રમ્યા બાદ રવિન્દ્ર જાડેજા આ ફ્રેન્ચાઈઝીથી અલગ થયો છે. તેમણે રાજસ્થાન રોયલ્સની ટીમમાં એન્ટ્રી કરી છે. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી ટ્રેડ ડીલમાંથી એક છે. ત્યારે મોટી વાત એ પણ સામે આવી છે કે, મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2026 રમતો જોવા મળશે.

IPL 2025માં સીઝનની મધ્યમાં ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે, તે આગામી સીઝનમાં રમશે કે નહીં તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું છે સમગ્ર વાત જાણો.

જ્યારે પણ આઈપીએલની વાત થાય ત્યારે એક નામ છે. તે સૌથી પહેલા ચર્ચામાં આવે છે અને તે નામ છે મહેન્દ્ર સિંહ ધોની.કારણ કે,દર વખતે આઈપીએલ પહેલા તેના રમવા પર ચર્ચાઓ થતી હોય છે.

ત્યારે આ વખતે IPL 2026માં મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. આ ગુડ ન્યુઝ મહેન્દ્ર સિંહ ધોનીના રમવા પર છે. કારણ કે, આઈપીએલમાં ટીમોએ પોતાનું રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધારે 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં 4 વિદેશી ખેલાડી રચિન રવિન્દ્ર, ડેવોન કોન્વે, મથીશા પથિરાના અને સૈમ કરનનું નામ સામેલ છે. વંશ બેદી, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, શેખ રશીદ, સી આંદ્રે સિદ્રાર્થ, કમલેશ નાગરકોટી અને વિજય શંકર પણ બહાર થયા છે.

મહેન્દ્ર સિંહ ધોની,કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, ડેવાલ્ડ બ્રેવિસ ટીમમાં છે. ગુરજનપનીત સિંહ પણ સ્ક્વોડમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં ધોનીનું કરિયર ખુબ લાંબુ છે. તે વર્ષ 2008થી આ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. તેમણે 278 મેચમાં 38.30ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે.