વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ પર સમગ્ર દેશમાં ખુબજ ઉત્સાહથી યોગદિવસની ઉજવણી થઇ રહી છે. વિશ્વ યોગ દિવસની શરૂઆત પીએમ મોદીએ કરાવી. તેમના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદથી દરવર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ ડે ઉજવવામાં આવે છે. યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્યની ભારતની વિરાસત આજે વિશ્વના દેશોના લોકોની રોજ બરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે.






