SCO સમિટ દરમિયાનની પ્રધાનમંત્રી મોદીની આ પાવર પેક તસવીરો જોઇ અમેરિકા અને પાકિસ્તાનને લાગ્યા હશે મરચા

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટ દરમિયાનની જે પાવર પેક તસવીરો સામે આવી છે, એ જોઈને ચોક્કસથી અમેરિકા અને પાકિસ્તાન બંનેના પેટમાં એક સાથે તેલ રેડાયું હશે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

મહાસત્તાઓની મુલાકાત

1/6

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટ દરમિયાનની જે પાવર પેક તસવીરો સામે આવી છે, એ જોઈને ચોક્કસથી અમેરિકા અને પાકિસ્તાન બંનેના પેટમાં એક સાથે તેલ રેડાયું હશે.

2/6

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ,રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે જે અદભૂત ટ્યુનિંગ જોવા મળ્યું અને એ જ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ચૂપચાપ હાથ બાંધીને પોતાના વારાની રાહ જોતા હતા એ દ્રશ્યો વિશ્વ સ્તર પર ભારતની કૂટનીતિની તાકાત દર્શાવે છે.

3/6

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટ દરમિયાન હે રીતે મહાસત્તાના 3 મણકા ચર્ચા કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા એ દ્રશ્યો એ ખરા અર્થમાં વિશ્વ રાજકારણમાં મોટી હલચલ મચાવી નાખી છે.

4/6

SCO સમિટ દરમિયાનની આ પાવર પેક તસવીરો ડિપ્લોમેસીની દુનિયામાં ભારત વિરોધી એ તમામ દેશો સામે વગર તોપ ગોળાએ ભારતની ભવ્ય જીત કહી શકાય એમાં બે મત નથી.

5/6

જગત જમાદાર અમેરિકાનું જે માનવું હતું કે 50% ટેરિફ લાદયા બાદ ભારત આંટીમાં આવી જશે અને રશિયા સાથે વ્યવહાર બગાડશે એવા અંકલ સેમના તમામ સપના "શેખ ચિલ્લી"ના ખયાલી પુલાવ જેવા આબિત થયા, કેમ કે જે રીતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રધાનમંત્રી મોદીનો આ SCO સમિટ દરમિયાન ભરત મિલાપ જોવા મળ્યો છે એ જોતાં જગત જમાદારની ઊંઘ હરામ થઈ ગઈ હશે એ વાત નક્કી છે.

6/6

રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીએ એકબીજાને ગળે લગાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું, ત્યારબાદ તેઓ SCO સભ્યોના કૌટુંબિક ફોટા માટે સ્ટેજ તરફ આગળ વધ્યા. આ દરમિયાન, પીએમ મોદી, પુતિન અને જિનપિંગે લગભગ બે મિનિટ સુધી વાતચીત કરી હતી.

Gallery Ads