
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને ઢાકાની એક કોર્ટે માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. બાંગ્લાદેશમાં ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલે છ ભાગોમાં કુલ 400 પાનાનો ચુકાદો આપ્યો. ટ્રિબ્યુનલે શેખ હસીના પર ઓગસ્ટ 2024માં થયેલ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનને લઈને આ ચુકાદો આપ્યો છે.જયારે શેખ હસીનાએ ટ્રિબ્યુનલના આ નિર્ણયને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો.

શેખ હસીનાને બાંગ્લાદેશમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી, માનવતા વિરુદ્ધના ગુનાઓમાં તેમને દોષિત જાહેર કરી આ દંડ કરાયો. ત્રણ ન્યાયાધીશોના ટ્રિબ્યુનલે આ કેસમાં શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

આજે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન શેખ હસીનાને દોષી ઠેરવવામાં આવ્યા. શેખ હસીનાની સાથે, ભૂતપૂર્વ ગૃહમંત્રી અને ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષકને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ટ્રિબ્યુનલના ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં વિરોધીઓ માર્યા ગયા હતા. શેખ હસીનાએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટર બોમ્બમારાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને આતંકવાદી કૃત્યો ગણાવી તેમના પર કડક કાર્યવાહી કરી હતી.

વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર શેખ હસીનાની સેનાએ જોહુકમી કરી. વિદ્યાર્થીઓનો બળવો નિયંત્રણમાં કરવા શેખ હસીનાની સરકાર હેઠળના સૈન્ય, પોલીસ અને RAB અધિકારીઓએ વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી. આ બળવામાં આશરે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા અને ૧૧,૦૦૦ થી વધુ લોકોની અટકાયત અને ધરપકડ કરાઈ હતી.

બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં અનેક નિર્દોષ માર્યા ગયા. માનવાધિકાર સંગઠનો અને અન્ય સંગઠનોના અસંખ્ય અહેવાલોને ધ્યાનમાં રાખી શેખ હસીનાને દોષિત કરાર માની આ ચુકાદો આપ્યો. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનાઓ કર્યા હતા.

જણાવી દઈએ કે ગત વર્ષે બાંગ્લાદેશમાં આર્થિક મુશ્કેલીઓ, ભ્રષ્ટાચાર અને રોજગાર સંકટને લઈને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ મોટું વિરોધ પ્રદર્શ થયું હતું. વિદ્યાર્થીઓનો આ બળવો વધુ ઉગ્ર બનતા આંદોલન હિંસક બનતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.