
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈઝરાયેલે નાગિરકો માટે 'પ્રોએક્ટિવ એલર્ટ' જાહેર કરીને સાયરનો વગાડી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યિસરાએલ કાત્ઝે તાત્કાલિક રાષ્ટ્રવ્યાપી કટોકટીની જાહેરાત કરી છે. ઇઝરાયલે હુમલાની સત્તાવાર રીતે પુષ્ટિ કરી. આ વખતે, યુનાઇટેડ સ્ટેટ્સ પહેલાથી જ ઇઝરાયલની સાથે ઉભું છે. ઇઝરાયલે તેહરાનમાં હવાઈ હુમલા કર્યા છે જયારે ઈરાને પણ આ વાતની પુષ્ટિ કરી છે કે એક સાથે 7 દેશ પર હુમલો કર્યો છે. ભયંકર યુદ્ધની જુઓ તસવીર.

ઝરાયલના સંરક્ષણ પ્રધાન યિસરાએલ કાત્ઝે તાત્કાલિક રાષ્ટ્રવ્યાપી કટોકટીની જાહેરાત કરી છે. ઇઝરાયલે સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી કે તેણે ઈરાન પર આગોતરા હુમલા શરૂ કર્યા છે ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે.

તેહરાન સહિત અનેક ઈરાની શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. . આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે.

ઇઝરાયલ દ્વારા તહેરાનમાં હુમલો કરાતા શહેરના મધ્ય વિસ્તારમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા. હુમલાને પગલે ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીને સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા હોવાની ઇરાની અધિકારીઓએ પુષ્ટિ કરી.

છેલ્લી થોડી મિનિટોમાં, સમગ્ર ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવ્યા હતા, સેનાએ ચેતવણી આપી હતી કે ઇઝરાયલ તરફ મિસાઇલો છોડવામાં આવી શકે છે, તેથી નાગરિકોને આશ્રયસ્થાનોની નજીક રહેવાની સૂચના આપવામાં આવી હતી.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે આ હુમલાને "ખતરાઓ દૂર કરવા" માટે લેવામાં આવેલ પગલું ગણાવ્યું. જોકે, તેમણે તાત્કાલિક વધુ વિગતો આપી ન હતી.

હુમલાઓ બાદ, ઈરાનની રાજધાની તેહરાનમાં મોબાઇલ નેટવર્કને ભારે અસર થઈ હતી. ઘણા વિસ્તારોમાં કોલ શક્ય નહોતા. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે ઇન્ટરનેટ પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે.