વ્હાઇટ હાઉસ ડિનરમાં શૂટઆઉટ,કેવી રીતે સીક્રેટ સર્વિસે ટ્રમ્પનો જીવ બચાવ્યો

વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં ફાયરિંગ બાદ સીક્રેટ સર્વિસે કેવી રીતે ટ્રમ્પને બચાવ્યા જુઓ ઘટના સ્તથળની તસવીર

ટ્રમ્પ રેસ્ક્યુ ઓપરેશન

1/8Trump Security

વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં થયેલા ગોળીબાર બાદ સમગ્ર વિશ્વમાં અમેરિકાની 'સીક્રેટ સર્વિસ'ની ચર્ચા થઈ રહી છે. જ્યારે હુમલાખોરે ફાયરિંગ કર્યું, ત્યારે ગણતરીની સેકન્ડોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત ઘેરામાં લઈ લેનાર આ એજન્ટો કોણ છે અને તેઓ કેવી રીતે કામ કરે છે? ટ્રમ્પે પોતે આ એજન્ટોની બહાદુરીના વખાણ કરતા કહ્યું છે કે તેમની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ.

2/8Trump Security

સુરક્ષા દળોએ હુમલાના સ્થળેથી જ 31 વર્ષીય કોલ ટોમસ એલન નામના શૂટરને દબોચી લીધો હતો. તે કેલિફોર્નિયાનો રહેવાસી છે અને તેની પાસેથી એક શૉટગન મળી આવી હતી, જેનો ઉપયોગ તેણે સુરક્ષા કવચ તોડવા માટે કર્યો હતો.

3/8Trump Security

ગોળીબારનો પ્રથમ અવાજ સંભળાયાની ગણતરીની સેકન્ડોમાં જ સીક્રેટ સર્વિસના એજન્ટોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને ચારે બાજુથી માનવ સાંકળ બનાવી ઘેરી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે હોટલની બહાર કાઢ્યા હતા.

4/8Trump Security

હુમલાખોરે સીક્રેટ સર્વિસના એક એજન્ટ પર સીધું ફાયરિંગ કર્યું હતું. સદનસીબે, એજન્ટે હાઈ-ક્વોલિટી બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી ગોળી તેને આરપાર નીકળી શકી નહોતી અને તેનો જીવ બચી ગયો હતો.

5/8Trump Security

આ ઘટનાએ 1981માં આ જ હોટલની બહાર રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર થયેલા હુમલાની યાદ તાજી કરી દીધી છે. 45 વર્ષ બાદ ફરી એ જ સ્થળે રાષ્ટ્રપતિની હાજરીમાં ગોળીબાર થતા સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

6/8Trump Security

વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન જ્યારે તમામ મહાનુભાવો હોટલના બોલરૂમમાં હાજર હતા, ત્યારે અચાનક હોટલની લોબી અને કોરિડોર પાસે 4 થી 6 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો, જેનાથી સમગ્ર હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી.

7/8Trump Security

હુમલા બાદ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને સીક્રેટ સર્વિસના જવાનોની પ્રશંસા કરી હતી. તેમણે હુમલાખોરને 'માનસિક રીતે બીમાર' ગણાવ્યો અને સ્પષ્ટ કર્યું કે આવી ઘટનાઓ તેમને તેમના લક્ષ્યોથી વિચલિત કરી શકશે નહીં.

8/8Trump Security

તપાસમાં બહાર આવ્યું છે કે સુરક્ષા એજન્સીઓનું મુખ્ય ધ્યાન માત્ર VIP બોલરૂમ પર જ હતું, જ્યારે હોટલના જાહેર વિસ્તારો (લોબી અને ગેસ્ટ એરિયા) સામાન્ય લોકો માટે ખુલ્લા હતા, જેનો ફાયદો ઉઠાવીને હુમલાખોર હથિયાર સાથે અંદર સુધી પહોંચી ગયો હતો.

Gallery Ads