ડ્રિમગર્લ ફેઈમ નુસરત ભરૂચાએ કરાવ્યું મસ્ત ફોટોશૂટ, જુઓ ફોટો

તાજેતરમાં જ રેડ કલરના શરારા સેટમાં એક્ટ્રેસ નુરસત ભરૂચાએ કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ચોકર સ્ટાઈલનો નેકલેસ પહેર્યો છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. એક્ટ્રેસે દિવાળી પહેલા આ ફોટોશૂટ કરાવ્યા હોવાનુ માનવામાં આવે છે. કારણ કે, છેલ્લા એક અઠવાડિયાથી બોલિવૂડ દીવા જુદી જુદી પાર્ટીઓમાં ખૂબ જ બિઝી રહી છે. એવામાં આ નવો આખો આલ્બમ સામે આવતા દિવાળી પહેલા ફોટો ક્લિક કરાવ્યા હોવાનું મનાય રહ્યું છે. અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા છે. એક્ટિંગની સાથે સાથે અભિનેત્રી પોતાના લુક અને સ્ટાઈલથી પણ લોકોને દિવાના બનાવતી રહે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ શરારા સેટ પહેર્યો છે. અભિનેત્રી સ્લીવલેસ ક્રોપ ટોપ અને શરારા પેન્ટમાં એકદમ બોલ્ડ લાગે છે. અભિનેત્રી આ આઉટફિટ સાથે મેચિંગ ડિઝાઈનર દુપટ્ટો પણ લઈ ઓઢી રહી છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે મલ્ટીકલર્ડ ચોકર સ્ટાઈલનો નેકલેસ પહેર્યો છે. જોકે, આ માટે તેમણે થોડો બ્રાઈટ કહી શકાય એવો મેકઅપ કર્યો છે એ સ્પષ્ટ થાય છે.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

ફોટોશૂટમાં નુસરત

1/7nushrratt

2/7nushrratt

3/7nushrratt

4/7nushrratt

5/7nushrratt

6/7nushrratt

7/7nushrratt

Gallery Ads