જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ઓપરેશન સિંદૂરએ પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરવો તેનો ભારતીય સેનાનો જવાબ છે. અત્યાર સુધી પાકિસ્તાન તરફથી ભારતને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી અને પાકિસ્તાન સરકારના મંત્રીઓ પણ પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા હતા. પરંતુ ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના સૂર બદલાયા. ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડા ઉડાવી દેતા હવે પાકિસ્તાન બોલી રહ્યું છે કે જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ કરીશું નહીં.
[[$ad]]
[[$googlead]]







