હાલમાં યોજાયેલા 23મા ITA એવોર્ડ ફંક્શનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. એવોર્ડ ફંક્શનમાં એક્ટ્રેસની ફેશન જોવા મળી હતી, કેટલીક અભિનેત્રીઓએ મીની ડ્રેસમાં તો કેટલીક સાડીમાં પોતાના ગ્લેમરનો જાદુ વાપર્યો હતો. 23મા ITA એવોર્ડની સાંજ ઘણા બધા સ્ટાર્સથી શણગારવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને આકર્ષણ ઉમેર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ પણ ફિલ્મમેકર રાકેશ રોશન અને રિતિક રોશન સાથે કેમેરા માટે પોઝ આપ્યો હતો. તો અનેક એક્ટ્રેસે સિઝલિંગ ડ્રેસ, ગાઉન સ્ટાઈલ આઉટફિટ, સિક્વન્સ ગાઉન, ઑફ શોલ્ડર બ્લેક ગાઉનમાં જલવો વખેર્યો હતો.
[[$ad]]
[[$googlead]]








