રશ્મિકા મંદાનાએ ફરી એકવાર પોતાના સ્ટાઈલિશ અવતારમાં ફેન્સના દિલ જીતી લીધા છે. એક્ટ્રેસે બ્લેક લોન્ગ આઉટફિટમાં ઈન્સ્ટાગ્રામ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રશ્મિકાની ખાસ સ્ટાઈલ જોવા મળી છે. એક્ટ્રેસે પોતાના વાળને બન બનાવ્યો છે, જે તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. આ સિવાય ગ્લોઈંગ મેકઅપ, રીંગ્સ અને ઈયરિંગ્સ સાથે લુક પૂર્ણ કર્યો છે. રશ્મિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. રશ્મિકાના આ લુકને જોઈને તેના ફેન્સે કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]







