બોલીવુડ અભિનેતા સલમાન ખાનને જાનથઈ મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે દબંગ ખાને પોતાના નિત્યક્રમ યથાવત્ રાખ્યા છે. ભાઇજાની જીમમાં કસરત કરતી ઇમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આ ફોટો જોઇને એ ચોક્કસ કહી શકાય કે, આવી ધમકીઓનો સલમાન ખાન પર કોઇ અસર પડતો નથી. 60 વર્ષની વયે પણ દબંગ ખાન ફીટ દેખાઇ રહ્યો છે. સોમવારે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. તેને ઘરમા ઘુસીને મારવાની અને કારને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઇ છે. આ ફોન કોલ બાદ મુંબઇ પોલીસ સતર્ક થઇ છે. અને સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
[[$ad]]
[[$googlead]]





