સલમાન ખાન હાલમાં 'સિકંદર' ફિલ્મને કારણે ચર્ચામાં છે. સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' 30 માર્ચે આવી રહી છે. ભાઈજાન ઈદ પર બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ તોડશે. તે પહેલાં તે પ્રમોશનમાં બિઝી છે. પરંતુ સલમાન ખાનના ઘડિયાળ ક્લેક્શનમાં આના કરતાં ઘણી મોંઘી ઘડિયાળો છે. તેમની કિંમત જાણીને તમને નવાઈ લાગશે. આ દરમિયાન તેમના કાંડા પર રામ મંદિરવાળી ખાસ ઘડિયાળ જોવા મળી. કેસરી રંગના પટ્ટાવાળી આ ઘડિયાળ પર ભગવાન રામ, હનુમાન અને રામ મંદિર કોતરેલા છે. આ જેકબ એન્ડ કંપનીની ઘડિયાળ છે, જેની કિંમત 34 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સલમાન ખાનના કલેક્શનમાંથી સૌથી મોંઘી અને ક્લાસી ઘડિયાળનો વારો આવે છે. તેનું નામ છે - પેટેક ફિલિપ એક્વાનોટ લ્યુસ રેઈન્બો. ભાઈજાન આ ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. તેના ડાયલમાં 130 કટ ડાયમંડ, રોઝ ગોલ્ડ કેસ છે. તેમજ તેમાં નીલમ જડેલું છે. રિપોર્ટ મુજબ આ ઘડિયાળની કિંમત 23 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સલમાન ખાનની બીજી મોંઘી ઘડિયાળ છે - RM-53-01 ટુરબિલોન પાબ્લો મેકડોનો. આ રિચાર્ડ મિલે ઘડિયાળનો પટ્ટો બ્લુ કલરનો છે. તેનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું છે. તેની કિંમત 21 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સલમાન ખાન પાસે ઓડેમર્સ પિગુએટ રોયલ ઓક ઓફશોર ડાયમંડ વોચ છે. તેમાં હીરા અને વ્હાઈટ સોનાનું ડાયલ છે. તેમજ તેમાં 32 રત્નો જડિત હતા. તેની કિંમત 12 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. સલમાન ખાન પાસે લાખો અને કરોડોની કિંમતની ઘડિયાળોનો સંગ્રહ છે. સલમાન ખાનની રોલેક્સ સ્કાય-ડ્વેલર ડાયમંડ 326529 TBR પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમની આ ઘડિયાળની કિંમત 2.65 કરોડ રૂપિયા છે. આ બ્લેક પટ્ટાવાળી ઘડિયાળ હીરાથી જડિત છે. બધી ઘડિયાળોની કિંમતો Luxurious by MM ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.





