તમિલનાડુમાં વર્ષ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રણનીતિઓ તૈયાર કરવાનું શરુ કર્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ મદુરાઇના પ્રવાસે છે. તેમણે મદુરાઈ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે દેશની તરક્કી અને નાગરિકોના કલ્યાણ અર્થે માતા મિનાક્ષીના આશીર્વાદ લીધા હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક દરમિયાન જણાવ્યુ હતુ કે, 2025માં અમે દિલ્હીમાં સરકાર બનાવી અને હવે 2026માં ભાજપ-એનડીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સરકાર બનાવશે. તમિલનાડુમાં ભાજપ પોતાની પકડ સક્રિય કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ પકડ મજબૂત કરવા માટે ભાજપ બૂથ સ્તર પર જલદી જ કામ શરુ કરશે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]




