નાણામંત્રીએ બજેટ માટે પસંદ કર્યો ખાસ લુક, સફેદ-ગુલાબી સાડીમાં લાગ્યા સુંદર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ તેમનું સાતમું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા જ તેમનો બજેટ લુક સામે આવ્યો હતો. તેમના સાતમા બજેટ માટે નાણામંત્રીએ સફેદ અને ગુલાબી રંગની સાડી પહેરી છે. દર વખતની જેમ તેણીએ 2024નું બજેટ રજૂ કરવા માટે સાડી પસંદ કરી છે. તેમની સાડીનો રંગ સફેદ અને ઘેરો ગુલાબી છે. પિંક અને વ્હાઈટ કલર કોમ્બિનેશનને માસૂમિયતનો રંગ માનવામાં આવે છે. નાણામંત્રીએ બજેટ 2023 માટે લાલ રંગની સાડી પસંદ કરી હતી. પરંપરાગત લાલ રંગને પ્રેમ, શક્તિ, બહાદુરી અને પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2022માં નિર્મલા સીતારમણે કોફી રંગની સાડી પહેરી હતી. આ એક બોમકાઈ સાડી છે જેનું ઉત્પાદન ઓડિશામાં થાય છે. 2020માં નાણામંત્રીએ પીળી સાડી પહેરી હતી. પીળો રંગ ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ બજેટ ભારતીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હતું જે 2019માં 2 કલાક 42 મિનિટનું હતું નાણામંત્રીએ ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરી હતી. ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ

1/6Nirmala Sitharaman

2/6Nirmala Sitharaman

3/6Nirmala Sitharaman

4/6Nirmala Sitharaman

5/6Nirmala Sitharaman

6/6Nirmala Sitharaman

Gallery Ads