ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં મોટી ઈનિંગ્સ રમવાનો મહાન રેકોર્ડ છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે જેને ભાગ્યે જ કોઈ તોડી શકે છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. તેને 123 મેચમાં 9230 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરતી વખતે, વિરાટે 68 મેચ રમી છે અને 40 મેચોમાં ટીમને જીત અપાવી છે. કિંગ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે. ત્યારબાદ ધોનીનું નામ આવે છે. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેપ્ટનશીપ કરી છે. જેમાંથી ભારતીય ટીમની જીતની ટકાવારી 58.82 હતી. વિરાટ કોહલી એકમાત્ર ટેસ્ટ કેપ્ટન છે જેણે સેના દેશમાં ટેસ્ટ મેચ જીતી છે.
[[$ad]]
[[$googlead]]






